સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Tuesday, 19 December 2017

સરકારી કર્મચારીઓમાં ભાજપ સામે નારાજગી, પોસ્ટલ બેલેટમાં સરકાર વિરુધ્ધ મતદાન કર્યુ જાત જાતના કાર્યક્રમોમાં કર્મચારીઓને દોડાવાતા હોવાથી નારાજગી - બેંક કર્મચારીઓએ ૨૭મીએ હડતાળની ચીમકી - રેલવેમાં ભરતી પ્રક્રિયા હવે ૨ વર્ષની જગ્યાએ છ મહિનામાં પૂરી થશે

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

સરકારી કર્મચારીઓમાં ભાજપ સામે નારાજગી, પોસ્ટલ બેલેટમાં સરકાર વિરુધ્ધ મતદાન કર્યુ જાત જાતના કાર્યક્રમોમાં કર્મચારીઓને દોડાવાતા હોવાથી નારાજગી 

વડોદરા,તા.18.ડીસેમ્બર ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકાર સામે સરકારી કર્મચારીઓએ ભારે નારાજગી દર્શાવી હતી અને વિધાનસભા ચૂંટણીમાં સરકાર વિરોધી મતદાન કર્યુ હોવાનું તેના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. મતગણતરી સ્થળે હાજર એક કર્મચારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા વારંવાર ગરીબ કલ્યાણ મેળા, કૃષિ મહોત્સવ સહિતના અનેક મેળાઓ તેમજ મહોત્સવોના કારણે મોટાભાગનો સમય તેની તૈયારીઓમાંજ પસાર થતો  હોવાથી સામાન્ય નાગરિકોના કામો થઇ શકતા નથી અને તેના કારણે તેમના રોષનો ભોગ પણ કેટલોક વખત બનવુ પડતુ હોય છે. સરકારી કર્મચારીઓ દ્વારા  મતદાન પોસ્ટલ બેલેટથી થાય  છે. આજે સવારે આઠ વાગ્યા સુધી પોસ્ટ દ્વારા આવેલા તમામ મતોને સમાવવામાં આવ્યા હતા અને બાદમાં સૌપ્રથમ તેની ગણતરીનો પ્રારંભ કરાયો હતો. વડોદરાની દસ વિધાનસભા બેઠકો પ્રમાણે સરકારી કર્મચારીઓ જેમાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે તેમને આપેલા મત જોઇએ તો ભાજપના ઉમેદવારોને કુલ ૫૦૭૦ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને ૫૨૦૦ જેટલા મતો પોસ્ટલ બેલેટના મળ્યા છે.

.
 Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/government-employees-voted-against-government

બેંક કર્મચારીઓએ ૨૭મીએ હડતાળની ચીમકી

નવી દિલ્હી તા. ૧૯ : આઇડીબીઆઇ બેન્કના કર્મચારીઓની સંશોધિત વેતન માગને જલદીથી લાગુ કરવાની માગ કરવામાં આવી છે એટલું જ નહીં, જો આ માગને સંતોષવામાં નહીં આવે તો બેન્ક યુનિયનોએ આગામી ૨૭ ડિસેમ્બરે હડતાળ પર જવાની ધમકી આપી છે.ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન અને ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિયેશને બેન્ક કર્મચારીઓની વિવિધ માગને લઇ હડતાળ ઉપર જવા ચીમકી ઉચ્ચારી છે.ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના મહાસચિવ સી. એચ. વેંકટચલમના જણાવ્યા અનુસાર આઇડીબીઆઇ બેન્કના કર્મચારીઓની વેતનની માગ પાછલાં પાંચ વર્ષથી લટકી રહી છે, જેની સામે હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવતી કાલે મુખ્ય લેબર કમિશનર સાથે બેઠક થઇ રહી છે. જો તેમાં ઉકેલ ના આવે તો હડતાળ પાડવામાં આવશે.

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120105

રેલવેમાં ભરતી પ્રક્રિયા હવે ૨ વર્ષની જગ્યાએ છ મહિનામાં પૂરી થશે

કર્મચારીઓની અછતનો સામનો કરી રહેલ છે રેલવે

નવી દિલ્હી તા. ૧૯ : જો તમે ભારતીય રેલવેમાં એપ્લાય કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હકીકત એવી છે કે ભારતીય રેલવે આગામી બે વર્ષમાં થનાર ભરતી પ્રક્રિયાને હવે માત્ર છ મહિનામાં પૂરી કરવાનો વિચાર કરી રહ્યું છે.
મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી નહીં થવાના કારણે અછત ભોગવી રહેલ રેલવે હવે આ ભરતી પ્રક્રિયા ઝડપી કરી ઓનલાઈન પરીક્ષા શરૂ કરવાનો વિચાર કરી રહ્યું છે. વાસ્કો-દ-ગામા પટણા એકસપ્રેસના ૨૪ નવેમ્બરે પાટા પરથી ઉતરી જવાના કારણે રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાની અને મેનેજરોની બેઠકમાં રેલવેની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલ મોડુંનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રેલવેની આ બેઠકમાં પૂર્વોત્તર ફ્રંટિયર રેલવેના મેનેજર ચાહતેય રામે સલાહ આપી હતી કે, 'ભરતી પ્રક્રિયામાં ખૂબ લાંબો સમય લાગે છે. ફોર્મ ભરાયા પછી પણ બે વર્ષનો સમય ભરતીમાં લાગે છે. એવામાં કેટલાક લોકોને અન્ય નોકરી મળી જાય છે, જેના કારણે ભરતી પ્રક્રિયાને જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી. ઓનલાઈન પરીક્ષા લાવ્યા પછી આ ભરતી પ્રક્રિયા ઝડપી થવી જોઈએ.'
રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાનીએ પણ કહ્યું હતું કે, 'રેલવે બોર્ડે ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરવી જોઈએ અને છ મહિનાની અંદર આ ભરતીઓ થઈ જવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૬માં રેલવે કર્મચારીઓની સંખ્યા ૧૩ લાખ હતી, જયારે ગ્રુપ સી અને ડીમાં ૨,૨૫,૮૨૩ ખાલી જગ્યાઓ છે.(૨૧.૯)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120080

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 11 December 2017

દેશવ્યાપી ટેલીકોમ કર્મચારીઓની હડતાલઃ રાજકોટમાં ઉગ્ર દેખાવો - મોંઘીદાટ બી-સ્કૂલમાં ભણનારા માત્ર ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ નોકરી મળે છે - પેન્શન-મનરેગા મજુરી વધારવા સૂચન - પાંચસો અને બે હજારની નવી ચલણી નોટ ફાટી તો બદલી નહીં શકાય - એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા રોકવા જરૂરી

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

દેશવ્યાપી ટેલીકોમ કર્મચારીઓની હડતાલઃ રાજકોટમાં ઉગ્ર દેખાવો

હડતાલીયા કર્મચારી-અધિકારીઓનો ૨ દિ'નો પગાર કાપી લેવા મેનેજમેન્ટનો આદેશઃ ફોલ્ટ સેવાને ગંભીર અસર...: અમુક શહેરોમાં બ્રોડબેન્ડ-નેટસેવા ખોરવાઈઃ ત્રીજા પગાર પંચનું અમલીકરણ અને સબ સિડીયરી ટાવર કંપનીનો ઉગ્ર વિરોધઃ મુખ્ય માંગણીઓ

રાજકોટ તા.૧૧ : બીએસએનએલના કર્મચારીઓનું પેઇજ ડીવીઝનનું અમલીકરણ કર્યુ જરૂરી હતુ પરંતુ બીએસએનએલ છેલ્લા ત્રણ વર્ષથી ખોટ પડી રહેલ છે. તેવુ કારણ દર્શાવીને કર્મચારીઓના પેઇજ રીવીઝનને નકારવામાં આવી રહ્યુ છે અને એ પણ નોંધવુ જરૂરી છે કે બીએસએનએલની ખોટ પાછળ બીએસએનએલના કર્મચારીઓ જવાબદાર નથી. સરકારની ખોટી નીતિઓના કારણે જ બીએસએનએલ ખોટ કરતા એકમમાં પરિવર્તિત થયુ છે અને તેના પરિણામે અને પેઈજ રીવીઝનનો મામલો નહી સૂલગતા આજથી ૨ દિ' ટેલીકોમ કર્મચારીઓ-અધિકારીઓની દેશવ્યાપી હડતાલનો પ્રારંભ થયો છે. રાજકોટના ૩૫૦ સૌરાષ્ટ્રના ૨૫૦૦ સહિત દેશભરના ૨ લાખ કર્મચારીઓ-અધિકારીઓ હડતાલમાં જોડાયા છે. રાજકોટમાં જ્યુબેલી બાગ ખાતે સવારે ઉગ્ર દેખાવો-સૂત્રોચ્ચાર થયા હતા.
સરકાર એ સહાયક ટાવર કંપની બનાવવાનો નિર્ણયને લીધેલ છે તે બીએસએનએલના ભાગ કરીને પાછળના દરવાજેથી તે ખાનગીકરણ કરાવવાનો સરકારનો ઇરાદો છે. જો સહાયક ટાવર કંપની બનશે તો બીએસએનએલના ર,૦૦,૦૦૦ કર્મચારી અને બીએસએનએલનું ભવિષ્ય અંધકારમય બની જશે. તેમ યુનિયન અગ્રણીઓ ઉમેરી રહ્યા છે.
ટેલીકોમ યુનિયનના નેતાઓ શ્રી બી.એ. મેનપરા, અશોક હિન્ડોચા, એમ.કે. રાવલ વિગેરેએ ઉમેર્યુ હતુ કે, હડતાલ સજ્જડ છે, તમામ કચેરીઓ સુમસામ છે. ફોલ્ટ કસ્ટમર કેર સેન્ટરો બંધ કરી દેવાયા છે. હડતાલની ગંભીર અસર ઉદ્ભવી છે.
એકલા રાજકોટને જ હડતાલને કારણે ૨ દિ'માં ૩૦ થી ૩૫ લાખનું નુકશાન જશે. મુખ્ય માંગણીઓમાં ત્રીજા પગારપંચનું અમલીકરણ ૧-૧-૨૦૧૭થી ૧૫ ટકા ફીટમેન્ટ સાથે અને સબસિડીયરી ટાવર કંપનીનો વિરોધ એ છે.
બે દિ'ની હડતાલને કારણે રાજકોટ ઉપરાંત ગુજરાતના ઘણા શહેરોમાં બ્રોડબેન્ડ - નેટ સેવા ખોરવાઈ ગઈ છે, બીજી બાજુ મેનેજમેન્ટે હડતાલને ગેરકાયદે જાહેર કરી, મુકાયેલ રજાઓ રદ્ કરી, હડતાલમાં જનાર તમામના ૨ દિ'ના પગાર કાપી લેવાનો આદેશ કર્યો છે.

.
 Source :- http://www.akilanews.com/Rajkot_news/Detail/12-12-2017/88558

મોંઘીદાટ બી-સ્કૂલમાં ભણનારા માત્ર ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ નોકરી મળે છે

નોટબંધી, ઔદ્યોગિક વિકાસનો નીચો દર અને નવા પ્રોજેકટ્સની સંખ્યામાં : ઘટાડાને કારણે બિઝનેશ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઘટી રહી છે

નવી દિલ્હી તા. ૧૨ : ઉદ્યોગ સંગઠન એસોચેમે જણાવ્યું છે કે બિઝનેસ સ્કૂલોને પોતાના વિદ્યાર્થીઓને રોજગારી અપાવવામાં ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એસોચેમના જણાવ્યા મુજબ ૨૦ ટકા વિદ્યાર્થીઓને જ જોબ ઓફર્સ મળે છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાસ્સુ પડકારજનક હતુ. નોટબંધી, ઔઘોગિક વિકાસનો નીચો દર અને નવા પ્રોજેકટ્સની સંખ્યામાં ઘટાડાને કારણે બિઝનેસ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો ઘટી રહી છે. ગયા વર્ષે ૩૦ ટકા વિદ્યાર્થીઓને જોબ ઓફર મળી હતી. બિઝનેસ સ્કૂલોમાં આ વર્ષે પણ ગ્રાફ નીચે જતો જોવા મળી રહ્યો છે.
એસોચેમના જણાવ્યા અનુસાર બિઝનેસ સ્કૂલ અને એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને મળનારી સેલેરીમાં ૪૦થી ૪૫ ટકાનો ઘટાડો થયો છે. એસોચેમ એજયુકેશન કાઉન્સિલ (AEC)એ જણાવ્યું કે કોઈ કોર્સ પર ૩-૪ વર્ષ અને લાખો રૂપિયા ખર્ચ કરતા પહેલા હવે વિદ્યાર્થીઓ વિચાર કરતા થઈ ગયા છે.
ચેમ્બરે જણાવ્યું કે ૪૦૦થી વધુ સંસ્થાઓ પાછળ પડી ગઈ છે અને તેમને પૂરતા સ્ટુડન્ટ્સ પણ મળતા નથી. બિઝનેસ સ્કૂલ એન્જિનિયરિંગ કોલેજ સ્ટુડન્ટ્સને આકર્ષવામાં નિષ્ફળ ગયા છે. દિલ્હી- NCR, મુંબઈ, બેંગલોર, અમદાવાદ, કલકત્તા, લખનૌ, દહેરાદૂન સહિત અનેક મોટા શહેરોમાં ૨૦૧૫ પછી ૨૫૦થી વધુ સ્કૂલ બંધ થઈ ચૂકી છે. ૯૯ સ્કૂલ એવી છે જે બંધ થવાની અણી પર છે.
તેનુ મોટુ કારણ ઝડપથી વધતી બી સ્કૂલની સંખ્યા પણ છે. આ સ્કૂલો મેનેજમેન્ટ એજયુકેશનની ગુણવત્તા પર ધ્યાન આપતી નથી. ચેમ્બરે જણાવ્યું કે આવી ઈન્સ્ટિટ્યુટ માત્ર સીટ ભરવા પર જ ફોકસ કરે છે અને વિદ્યાર્થીઓની કવોલિટી પર ધ્યાન આપતી નથી. એસોચેમે સજેશન આપ્યું છે કે રિસર્ચ પર ધ્યાન આપવાની સાથે સાથે તેમણે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં પણ સુધારો કરવો જોઈએ, શિક્ષકોને ટ્રેનિંગ આપવી જોઈએ અને ઈન્ડસ્ટ્રી સાથે તાલમેલ કરીને વિદ્યાર્થીઓને નોકરી મેળવવા લાયક બનાવવા જોઈએ.(૨૧.૧૪)

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119589

પેન્શન-મનરેગા મજુરી વધારવા સૂચન

કોર્પોરેટ ટેક્ષનો દર ઘટાડો ૨૦ ટકા કરવા પણ સૂચન

નવી દિલ્હી તા.૧૨: અર્થશાસ્ત્રીઓએ બજેટ પહેલાની ચર્ચા-વિચારણાના એક ભાગરૂપે સામાજિક સુરક્ષા પેન્શનમાં વધારો કરવા સહિતના પગલાઓ આગામી અંદાજપત્રમાં લેવા માટે નાણા પ્રધાન અરૂણ જેટલીને સૂચનો કર્યા છે.
જાણીતા અર્થશાસ્ત્રી જીન ડ્રેઝીએ અહીં મિટીંગ બાદ નોંધ્યુ હતું કે રકમ (સામાજિક સુરક્ષા પેન્શન માટે) એક મહિનાની રૂપિયા ૨૦૦ રહી છે, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
તે આટલી નીચી રાખવા માટેનું કોઇ કારણ નથી. આથી, તેને વધારીને ઓછામાં ઓછી રૂપિયા ૫૦૦, હું કહું છું કે ૧૦૦૦ કરવી જોઇએ, જો શકય હોય તો અને તેનું કવરેજ પણ વધારવું જોઇએ.
જો સિકયુરિટી પેન્શન વધારવામાં આવશે તો તેની રાજકોષીય ખાધ પર અસર નહીં પડે, તેના જવાબમાં તેમણે કહ્યું કે આ મામૂલી છે અને તેની ખાસ અસર નહીં પડે.
તેમણે એમ પણ સૂચવ્યું હતું કે માતૃતવિ અધિકારોનું સંપૂર્ણપણે અમલીકરણ કરવું જોઇએ, જે છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ વિરમાણીએ જણાવ્યું હતું કે સરકારે કસ્ટમ્સ અને એકિઝમ ડ્યૂટી સુધારા હાથ ધરવા જોઇએ કેમ કે આ સેકટરમાં છેલ્લા દસ વર્ષથી સુધારા જોયા નથી.
વડાપ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સિલના સભ્ય, રાથ્નિ રોયના જણાવ્યાનુસાર, સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેશે તેવી અપેક્ષા છે. જેટલી ઉપરાંત, આ મિટીંગમાં નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ કે જેમાં નાણા સચિવ હસમુખ અઢિયા, મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયન, ખર્ચ સચિવ એ એન ઝા અને ફાયનાન્સિયલ સર્વિસીઝ સેક્રેટરી રાજીવકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અર્થશાસ્ત્રીઓએ કોર્પોરેટ ટેક્ષનો દર ૩૦ ટકાથી ઘટાડી ૨૦ ટકા કરવા પણ સૂચન કરી છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119586

પાંચસો અને બે હજારની નવી ચલણી નોટ ફાટી તો બદલી નહીં શકાય

RBIના નવા નિયમને કારણે નાગપુરના ગરીબની કફોડી હાલતઃ દીકરી માટે દવા ખરીદવાના થયા વાંધા

નાગપુર તા. ૧૨ : પાંચસો અને બે હજાર રૂપિયાની ફાટેલી કે ડેમેજ થયેલી ચલણી નોટો બેંકો અથવા તો આરબીઆઇમાં બદલી શકાશે નહીં. ચલણમાં આવેલી નવી પાંચસો કે બે હજાર રૂપિયાની ચલણી નોટ ફાટે કે ડેમેજ થાય તો એ ફકત એક કાગળનો ટુકડો જ ગણાશે, નોટની કોઇ કિંમત રહેશે નહીં એમ નાગપુરમાં બનેલા એક બનાવ પરથી સિધ્ધ થયું છે અને એને કારણે એક સામાન્ય અનુવાદકની હાલત કફોડી થઇ ગઇ છે. પોતાની માનસિક રીતે અક્ષમ પુત્રી માટે હવે તેને દવા ખરીદવાના વાંધા થઇ ગયા છે.
વપરાશને કારણે નોટ ડેમેજ થાય એ માટે આ ખૂબ જ ઓછો સમય છે તેમ છતાં જો ચલણી નોટ ફાટી ગઇ હોય કે ડેમેજ થઇ ગઇ હોય તો પહેલાની અન્ય ચલણી નોટોની જેમ આરબીઆઇ કે અન્ય બેંકો નવી પાંચસો અને બે હજારની નોટો બદલી આપશે નહીં. નાગપુરમાં અનુવાદનું કામ કરતા રામ મકડે નાગપુરની આરબીઆઇ ઓફિસમાં ગયા અઠવાડિયે ૫૦૦ રૂપિયાની બે ફાટેલી નોટ લઇને બદલવા માટે ગયા હતા, પરંતુ તેમને ખાલી હાથ પાછા આવવું પડયું હતું. રામ મકડેની માનસિક રીતે અક્ષમ પુત્રીએ ભૂલથી આ નોટો ફાડી નાખી હતી. જોકે રામ સામાન્ય વર્ગના હોવાને કારણે તેમને માટે આ રકમ ઘણી મોટી છે. તે આ રકમથી પોતાની પુત્રી માટે દવા ખરીદવાના હતા.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119593

એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા રોકવા જરૂરી

ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને કર્યુ સુચનઃ બે બેઠક પરથી ચૂંટાનાર વ્યકિત એક બેઠક ખાલી કરે છે અને સરકારી તિજોરી ઉપર ખર્ચનું ભારણ પડે છેઃ સુપ્રિમ કોર્ટ સુનાવણી માટે તૈયારઃ ત્રણ સપ્તાહ બાદ સુનાવણીઃ એક ઉમેદવારને બે બેઠક પરથી લડતો અટકાવવા કાયદામાં ફેરફાર કરવા થઇ છે અરજી

નવી દિલ્હી તા.૧ર : ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ છે કે, એક ઉમેદવાર બે બેઠક પરથી ચૂંટણી લડવો ન જોઇએ. પંચે કહ્યુ છે કે, એક ઉમેદવાર જયારે બે જગ્યાએથી જીતે છે અને બાદમાં એક બેઠક ઉપરથી રાજીનામુ આપી દયે છે. આનાથી ખર્ચનો વધારાનો બોજો પડે છે. ર૦૦૪ અને ર૦૧૬માં પણ આ બારામાં પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની બેન્ચે એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલને કહ્યુ છે કે તેઓ આ મામલામાં કોર્ટનો સહયોગ કરે. અદાલતે કહ્યુ છે કે, તે ત્રણ સપ્તાહ બાદ આ મામલાની સુનાવણી કરશે. અદાલતે ૧૩ ઓકટોબરે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી જવાબ માંગ્યો હતો. કોર્ટમાં એક અરજી દાખલ કરી લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-૩૩ (૭)ને પડકારવામાં આવેલ છે અને માંગ કરવામાં આવી છે કે સંસદ અને વિધાનસભા સહિત તમામ સ્તર પર એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા અટકાવવામાં આવે.
ભાજપના નેતા અને અરજદાર અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં કહ્યુ છે કે એક માણસ એક વોટની જેમ એક ઉમેદવાર એક બેઠકની ફોર્મ્યુલા થવી જોઇએ. લોકતંત્ર પણ કહે છે કે એક ઉમેદવાર એક જ જગ્યાએથી લડે. બે જગ્યાએથી ચૂંટણી લડનાર વ્યકિતએ એક બેઠક છોડવી પડે છે અને પેટા ચૂંટણી થવા પર સરકારી ખજાના પર બોજો પડે છે. એવામાં જન પ્રતિનિધિત્વ કાનૂનની એ સંભાવનાને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે જે હેઠળ એક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવે છે.(૩-૩)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119587

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

વડોદરાઃ ચૂંટણી કામગીરીમાં હાજર નહીં રહેનાર ૧૬ કર્મચારીઓ વિરૃધ્ધ ધરપકડ વોરંટ - સુરત: વિધાનસભાની ચુંટણી બાદ હવે મ્યુનિ. તંત્રમાં ફરી ચહલ પહલ દેખાશે - હાર્દિક પટેલની રેલીમાં બાપુનગર વિસ્તારમાં પત્થરમારો થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

વડોદરાઃ ચૂંટણી કામગીરીમાં હાજર નહીં રહેનાર ૧૬ કર્મચારીઓ વિરૃધ્ધ ધરપકડ વોરંટ 

તાત્કાલિક પકડીને પોતાની સમક્ષ હાજર કરવાનો સાવલીના ચૂંટણી અધિકારીનો હુકમ સાવલી,

તા.૧૦.ડીસેમ્બર સાવલી વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ચૂંટણી કામગીરી સોંપવામાં આવી હોવાછતાંય તેનો અનાદર કરનાર કોર્પોરેશન, રેલવે, એમ.એસ.યુનિવર્સિટી, ખેતી, નગરનિયોજન, ડભોઇ કોલેજ, પોસ્ટ વિભાગ અને સ્કૂલ સ્ટાફના કર્મચારીઓને તાત્કાલિક પકડીને હાજર કરવા માટે સાવલીના ચૂંટણી અધિકારીએ ફરમાન કર્યુ છે. આ અંગેની વિગત એવી છે કે સાવલી વિધાનસભા બેઠકની ચૂંટણીને લગતી કામગીરી જિલ્લા કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓને સોંપવામાં આવી હતી. જે પૈકી કેટલાક કર્મચારીઓ ચૂંટણી કામગીરી માટે હાજર થઇ ગયા છે. પરંતુ, કેટલાક કર્મચારીઓ બીજી તાલીમમાં હાજર રહ્યા ન હતા. ચૂંટણીની કામગીરીનો અનાદર કરવા બદલ સાવલીના ચૂંટણી અધિકારીએ આવા તમામ ૧૬ કર્મચારીઓ વિરૃધ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યા છે અને આ તમામને જે-તે પરિસ્થિતિમાં પકડીને તાત્કાલિક પોતાની સમક્ષ હાજર કરવા અલગ-અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જણાવ્યું છે. ચૂંટણી અધિકારી દ્વારા ધરપકડ વોરંટ ઇશ્યૂ થતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

.
 Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/arrest-warrant-against-10-government-employees

સુરત: વિધાનસભાની ચુંટણી બાદ હવે મ્યુનિ. તંત્રમાં ફરી ચહલ પહલ દેખાશે

 - મતદાન કામગીરી પૂરી થતાં કર્મચારીઓ પણ કામે લાગશે (પ્રતિનિધિ દ્વારા) સુરત, 

તા. 11 ડિસેમ્બર 2017 સોમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પુરૂ થયા બાદ હવે સુરત મ્યુનિ.નું તંત્ર ફરી ધબકતું થશે. ચુંટણીની મતદાન પ્રક્રિયામાં સુરત મ્યુનિ.નો મોટા ભાગનો સ્ટાફ વ્યસ્ત હોવાથી મ્યુનિ. તંત્ર ઠપ્પ જેવું થઈ ગયું હતું. હવે મતદાન પ્રક્રિયા પુર્ણ થતાં કર્મચારીઓ મ્યુનિ. કચેરીમાં કામગીરી શરૃ કરશે તેથી લોકોના પ્રશ્નોનો હલ થશે. જોકે, હજી પણ આચાર સંહિતા ચાલુ હોવાથી મ્યુનિ.ની હોસ્પિટલમાં સારવાલ લેનારા દર્દીઓએ બિલ માફી માટે રાજકારણીઓને બદલે અધિકારીઓ પાસેજ સહી કરાવવી પડશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મ્યુનિ. કચેરીમાંથી ગાબય થઈ ગયા હતા.  ભાજપ અને કોગ્રસ બન્ને પક્ષના કોર્પોરેટરો પોત પોતાના પક્ષના પ્રચાર માટે વ્યસ્ત થઈ ગયા હોવાથી ઘણાં દિવસોથી મ્યુનિ.ની કચેરીમાં પગ પણ મુક્યો ન હતો. મ્યુનિ.ના પદાધિકારીઓ પણ અનિવાર્ય સંજોગોને બાદ કરતાં મ્યુનિ. કેમ્પસમાં આવ્યા ન હતા. રાજકારણીઓ તો પ્રચાર માટે ગાયબ રહ્યાં હતા તો બીજી તરફ મ્યુનિ.ના  સંખ્યાબંધ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામાં સામેલ હોવાથી તેઓ પણ મ્યુનિ. કચેરીને બદલે ચુંટણીની ફરજ પર જોવા મળ્યા હતા. કર્મચારીઓ અને રાજકારણીઓ મ્યુનિ. કેમ્પસમાં ન દેખાતા મ્યુનિ. તંત્ર શિથીલ થઈ ગયું હતું. હવે મતદાન પુરૂ થયાં બાદ મતગણતરી જ બાકી હોવાથી રાજકારણીઓ ફરી આજથી મ્યુનિ. કચેરીમાં દેખાતા થયાં છે.  જેના કારણે હવે મ્યુનિ. તંત્રમાં પહેલા જેવી ચહલ પહલ જોવા મળશે.

 Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat/after-the-assembly-elections-the-system-will-look-back-again

હાર્દિક પટેલની રેલીમાં બાપુનગર વિસ્તારમાં પત્થરમારો થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ

પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે અમદાવાદમાં મંજૂરી વિના ભવ્ય રોડ શો યોજ્યો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના આ રોડ શોને તંત્ર તરફથી પરવાનગી આપવામાં ન હતી. આમ છતાં હાર્દિક પટેલે તેના શક્તિ પ્રદર્શન માટે બોપલથી રોડ શોની શરૂઆત કરી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો તેમના સ્કૂટર અને ગાડીઓ તથા પાસના ધ્વજ અને ટોપી પહેરીને જોડાયા. હાર્દિક પટેલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું છે કે બપોર સુધીમાં આમાં 1 લાખ જેટલા લોકો જોડાશે તેમ કહ્યું હતું.  અને ઉમેર્યું હતું કે અમે અમારા દમ આ રેલી દ્વારા બતાવીશું. નોંધનીય છે કે આ રોડ શો ઘાટલોડિયા અને નારણપુરાથી પણ પસાર થઈને બાપુનગર તરફ આગળ વધી ગયો હતો.  નોંધનીય છે કે ઘાટલોડિયા અને નારણપુરા  ભાજપનો ગઢ ગણાય છે. ત્યાંથી આ રેલી પસાર થઈ હતી.
નોંધનીય છે કે પોલીસ આયુક્ત અનુપમ કુમાર સિંહે સોમવારે ભાજપના નેતા PM નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના રોડ શોને ટ્રાફિક સમસ્યાના કારણે રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. અને વધુમાં હાર્દિકના રોડ શોને પણ પરવાનગી નથી આપવામાં આવી. તેમ છતાં હાર્દિક પટેલે આ રોડ શો કર્યો છે. અને તે આ રોડ શો પછી નિકોલ વિસ્તારમાં વિશાળ જનસભા પણ યોજવાનો છે.
આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન બાપુનગરમાંથી રેલી પસાર થઈ તે દરમિયાન ભાજપના કાર્યલય પર પત્થરમારો કરાતાં, ભાજપ અને પાસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ભાજપ અને પાસના કાર્યકરો પર પત્થરમારો કર્યો હતો. આથી પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી
Source :-http://sandesh.com/hardik-patel-arrenged-road-show-in-ahmedabad-without-permission-513706-2/