Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked
In, Twitter, Google
+, Yahoo
Group, Blog, Website, )
સાતમા પગારપંચની સૂચિત ભલામણો : -તો વર્ગ-4ના કર્મીનો પગાર 21 હજાર
ભુજ, તા. 7 : કેન્દ્રના કર્મચારીઓ માટે સાતમા પગારપંચની રચના થતાં તેની
સમક્ષ કર્મચારી સંગઠનો દ્વારા નવા પગારધોરણોની માગણીઓ મૂકવામાં આવી હોવાની
વિગતો પ્રાપ્ત થઇ છે.
કર્મચારી અગ્રણી પ્રફુલ્લ ઠક્કર પાસેથી
ઉપલબ્ધ થયેલી વિગતો અનુસાર કેન્દ્ર સરકારની નીતિ અનુસાર દર દશ વરસે તેના
કર્મચારીઓ માટે પગારધોરણોની સુધારણા કરવામાં આવે છે અને તે માટે
નિષ્ણાતોનાં બનેલા એક પંચની રચના કરવામાં આવે છે અને તેની ભલામણો અનુસાર
પગારધોરણ અમલી બનાવવામાં આવે છે. આ નીતિ અનુસાર આગામી જાન્યુ. 16થી અમલી
બને તે રીતે પગારધોરણ સુધારણા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક તજજ્ઞ પંચની
રચના કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ ડિસે. '15 પહેલાં રજૂ કરવા જણાવાયું
છે.
આ માટે પંચે વિવિધ કર્મચારી
સંગઠનોને નિમંત્રિત કરતાં તેમના તરફથી માગણીઓ મૂકવામાં આવી છે જેના પર નજર
કરતાં સને 1973માં રૂા. 100 પગાર મેળવતો કર્મચારી 2016માં રૂા. 30000 પગાર
મેળવશે.
જોગવાઇઓ મુજબ મૂળ પગાર (પે બેન્ડ)માં ગ્રેડ પે, મોંઘવારી
તથા વેઇટેજ ઉમેરવાનું રહે છે. તે જોતાં સૂચવવામાં આવેલા પગારધોરણો એકદમ
તર્કસંગત છે અને સામાન્ય ફેરફારો સાથે સંભવત: આ સૂચવેલા તમામ પગારધોરણો
અમલમાં આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જે જોતાં આગામી વરસોમાં પટાવાળાભાઇ
કલેક્ટરનો પગાર મેળવતા હશે જે નિ:શંક બાબત છે. સાતમા પંચ અનુસાર મિનિમમ
પગાર રૂા. 21000 અને મહત્તમ રૂા. 240000ની ભલામણો થાય તેવી પૂરેપૂરી
શક્યતાઓ રહેલી છે.
કચ્છના વિવિધ કર્મચારી સંગઠનોએ આ માગણીઓને
આવકારી ગુજરાત સરકારને પણ તેના કર્મચારીઓ માટે સાતમા પંચની રચના કરવા અને
હજુ છઠ્ઠા પંચની ભલામણોની બાકી રહેતી કેટલીક બાબતો મંજૂર કરી લાભ આપવા માંગ
દોહરાવી છે.
Source :-http://www.hiteshpatelmodasa.com
Products :-
Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium,
Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in Gujarati CD, Other Software DVD, etc…
More Products List Click Here
Note
:- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel } (Live In
:- Gujarat)
No comments:
Post a Comment