સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Tuesday, 10 December 2013

કચ્છ જીલ્‍લા વિષે.................!


Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

કચ્છ જીલ્‍લા વિષે.................!

Posted by Hitesh patel on Tuesday, December 10, 2013
ધાર્મકિ, ઐતિહાસ અથવા પુરાતત્વની દ્રષ્ટિએ ધરાવતાં અને પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળો વગેરેની વિગત 
  • ભૂજ
ભૂજમાં કેટલીક જૂની ઐતિહાસિક ઇમારતો છે જેવી કે જમાદાર ફતહેર મહંમદની કબર, પન્ના મસ્જીદ, ખ્યાતનામ આયના મહલ અને રાલાખાની છત્રી સાથેનો રાવ પ્રાગમલજીનો રાજમહેલ, નગરની દિવાલોમાં યાદગાર પથ્થરો છે. તા. ૨૬-૧-૨૦૦૧ ના વિનાશક ભૂકંપમાં આ ઇમારતોને ગંભીર નુકસાન થયું છે. જુનો કિલ્લો, છાવણી અને ભુજિયો ડુંગરનો કિલ્લો, દેસલસર અને હમીસર સરોવરો શહેરને સુંદરતા બક્ષે છે. હમીરસર સરોવર મનપસંદ સ્થળ છે. જયાં લોકો રજાના દિવસે મોટી સંખ્યામાં આવે છે. અગાઉ ફર્ગ્યુસન સંગ્રહાલય તરીકે ઓળખાતું કચ્છ સંગ્રહાલય મહારાવ ખેંગારજીએ સ્થાપ્યું હતું. ગુજરાતમાં તે સૌથી જુનું સંગ્રહાલય છે અને તે કચ્છના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવે છે. વિખ્‍યાત સ્વામીનારાયણ મંદિર, હાટકેશ્વર મંદિર, ભૂજંગ નાગ કે સર્પમંદિર, કચ્છના અગાઉના રાજવીઓની કુળદેવી આશાપુરી માતાના મંદિર સહિત શહેરમાં કેટલાક મહત્વના મંદિરો છે. અહીં જિનદત્ત સુરીશ્વરજીના સંભવનાથ મંદિર તરીકે ઓળખાતા જૈન મંદિરો પણ છે. 
  •  કોટાચ
રાલખાના મંદિર તરીકે ઓળખાતા શિવમંદિર જીર્ણ હાલતમાં છે, પરંતુ તેના અવશેષો આ ભવ્ય મંદિરની શોભા વધારનાર ઉંચી કક્ષાનું સ્થાપત્ય અને શલ્પિ સૌદર્ય છે.
  • મુંદરા

મુન્દ્રા કચ્છના જાણીતા બંદરોમાંનું એક હતું. આ બંદર નો ગુજરાત અદાણી પોર્ટ નામની કંપની એ અધ્યાધુનિક રીતે વિકસાવી આયાત-નિકાસ ના આંતરરાષ્ટ્રીય નકશામાં આ બંદર ને ફરીથી સ્થાન મળ્યું છે. જોવાલાયક સ્થળોમાં જેના પર પાદુકા કોતરવામાં આવી છે તે આરસના પથ્થર પર નાના ધુમ્મટ સાથેના જૈન મુનિની પાદુકા પરનું છત્ર છે. 
 
  • ભદ્રેશ્વર
પ્રાચીન ભદ્રાવતી નગરીના અવશેષો અહીં મળી આવેલ છે. અહીં દુધયિવાવ તરીકે ઓળખાતી વિશાળ અને સંગીન પરતુ સાદી વાવ છે. તેમાં બે ચોરસ ભાગ સાથે આશહરે ૧૭ ફુટ લાંબુ લન્ટિલ છે. વાવની નજીકમાં પ્રાચીન શિવમંદિરના ધુમ્મટનો ભાગ અને થાંભલા તથા પાછળથી જગડુશાએ અને બીજાઓએ જીર્ણોદ્ધાર કરેલું જુનું જૈન મંદિર જણાયું છે. દરિયાકાંઠે આવેલું ચોખંડા મહાદેવ તરીકે ઓળખાતું પ્રાચીન શિવમંદિર છે અને પાંડવકુંડ તરીકે ઓળખાતી મોટી ચોરસ વાવ પ,૦૦૦ વર્ષ અગાઉ પાંડવોએ બંધાવી હોવાનું કહેવાય છે. તે હિંદુ યાત્રાળુઓ માટે આકર્ષક સ્થળો છે. ચોખંડા મહાદેવમાં સદ્ધિરાજ જયસહિંનો વ.સં ૧૧૯પ (ઇ.સ. ૧૧૩૯)નો શલાલેખ છે. આશાપુરી માતાનું મંદિર પાંડવ કુંડની નજીક છે.  
  • માંડવી
માંડવી અગાઉ વહાણ બાંધવાના મહત્વના કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું. ૧૭૮૦માં માંડવીમાં બંધાયેલ વહાણ ઇંગ્લેન્ડ સુધી ગયું હતું. રાવ ખેંગારજીએ બંધાયેલ સુંદરવ વૈષ્ણવ મંદિર, શેઠ તોપોને બંધાવેલ લક્ષ્મીનારાયણ મંદિર, સ્વામનિરાયણ મંદિર, અસર માતાનું મંદિર, ધોરમનાથ મંદિર, પીર તાનાસાની કબર અને રાવલ પીરનું સ્થાનક અહીં આવેલાં છે. રાજ્યના પ્રવાસન નગિ આ સ્થળને પ્રવાસીઓ માટેના સંભવિત વિકાસ કેન્દ્ર તરીકે ગણ્યું છે.
  • રામપર વેકરા
અહીં સ્વામીનારાયણ મંદિર છે, જેઓની પાદુકાને કારણે આ ગામ સુવિખ્યાત યાત્રાધામ બન્યું છે. ત્યાં કુદરતી પાણીના પ્રવાહવાળા ગંગાજી અને જમનાજી નામના બે પવિત્રકુંડ છે. કારતક સુદ પૂનમ રૂકમાવતી નદીની બાજુએ ગંગાજીમાં મેળો ભરાય છે  
  • જખૌ
કચ્છમાં જૈન પંચતીર્થી (પાંચ યાત્રા સ્થળો) તરીકે જાણીતાં પાંચ સ્થળો- સુથળી કોઠારા, જખૌ નલઆઅને તરા છે. તે કી જખૌ એકપૈકિ સ્થળ છે.

  • તેરા
 કચ્છના પંચતીર્થી (પાંચ યાત્રાસ્થળોના જૂથ) તરીકે જાણીતા જખૌ, કોઠારા, સુથરી, નલિઆ સાથે તેરા જૈનોના પાંચ અગત્યના ધાર્મિક સ્થળોમાંનું એક છે.
  • કોઠારા
કચ્છના આ સમુદ્ર આધુનિક જૈન મંદિરનું બાંધકામ ઇ.સ. ૧૮૬૧ (વિ.સ. ૧૯૧૭-૧૮)માં પૂરૂં થયું હતું. આ મંદિર જૈનોના સોળમા તીર્થકર શાંતિનાથને અર્પણ કરેલ છે.
  • સુથરી
આ ગામ ગુજરાતપર પાકિના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સ્વ. શ્રી બળવંતરાય મહેતાની સ્મૃતિમાં બંધાયેલ બળવંતસાગર બંધ માટે જાણીતું છે. પાકિસ્તાની આક્રમણ વખતે તેઓને લઇને જતા વિમાન સ્તાની હવાઇદળે ગોળીબાર કર્યો હતો તેમાં તેઓ અહીં ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૬પના રોજ અવસાન પામ્યા હતા. વિમાન તૂટી પડયું હતું તે સ્થળે સ્મારક રચવામાં આવ્યું છે તે (સુથરી) જૈનોની પંચતીર્થી પવત્રિ પાંચ સ્થળો પૈકી એક છે. અહીં સારૂં જૈન મંદિર છે.
  • કોટેશ્વર
 દંતકથા મુજબ રાવણના તપ અને પુજાથી પ્રસન્ન થઇને ભગવાન શિવે તેને સંપૂર્ણ આધ્યાત્મિક શક્તિ ધરાવતું લીંગ આપ્યું હતું. આ વરદાનથી રાવણ અમર ન થઇ જાય તે માટે બધા દેવો એકઠા થયા અને પ્રપંચથી રાવણ પાસેથી આ લીંગ મેળવવા ષડયંત્ર રચ્યું અને તેની કોટી લિંગેંશ્વર તરીકે સ્‍થાપના કરી તે નામ પરથી આ ગામ કોટેશ્વર તરીકે ઓળખાયું. શેઠ સુંદરજી અને જેઠા શિવાજીએ ૧૮ર૦માં કોટેશ્વર મંદિર બાંધ્યું હતું. ગર્ભગૃહ જલાધારાની મધ્યમા શિવનુ સ્વયંભૂ લીંગ છે. લીંગ પરના કાપાના નિશાન જોઇ શકાય છે. કલ્યાણેશ્વરના માનમાં આ જ વ્‍યકિતઓએ લગભગ આ જ અરસામાં બંધાયેલ નાનું મંદિર મુખ્ય કોટેશ્વર મૂર્તિની તદ્‍ન પાસે છે. તેની નજીકમાં મોટું જળાશય છે. તે પ્રત્યેક ઉંચી ભરતીથી ભરાય છે. હિંદુઓ તેમાં સ્નાન કરીને શ્રાદ્ધની ક્રિયા કરે છે
  • નારાયણ સરોવર
આ સ્થળનં મુખ્ય આકર્ષણ બંધની આજુબાજુના મંદિરો છે. શ્રીમદ્‍ ભાગવતમાં ઉલ્લેખેલ ભારતના પાંચ પવત્રિ સરોવરોમાં નારાયણ સરોવર એક પવત્રિ સરોવર અને પ્રાચીન સમયથી પ્રખ્યાત ગણાય છે. નારાયણ સરોવર ગામમાં આ સરોવર પાસે આદિનારાયણનું મંદિર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોની શૈલીનાં છે નારાયણ સરોવર જોવાલાયક સ્થળ છે. રાજ્યના પ્રવાસનનિગમે આ સ્થળને પ્રવાસીઓ માટેના સંભવતિવિકાસ કેન્દ્ર તરીકે ગણ્યું છે.      
  • કંથકોટ:- 
એક અલગ ખડકાળ ટેકરીની ટોચ પર લગભગ પ કિ.મી.ના પરિધમાં કંથકોટનો જુનો કિલ્લો છે. ટેકરી પર ત્રણ મંદિરોના અવશેષ છે. એક સન્યાસી કંઠડનાથના મંદિરના, બીજા મહાવીર સ્વામીના જુના મંદિરના અને ત્રીજા સૂર્યમંદિરના કચ્છ જિલ્લામાં આવેલું આ એક જ સૂર્યમંદિર છે. 
 
  • ગાંધીધામ    
ભાગલા બાદ સિંધમાંથી આવેલા નવિસતિને ફરી વસાવવા માટે આદિપુર, સરદાર ગંજ અને ગોપાલપુરીની બનેલી ગાંધીધામ નગરવસાહત સ્થાપવામાં આવી હતી.
  • કંડલા
જુના અને નાના કંડલા બંદરના બદલે નવું કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું અને ભારતના છ મોટા બંદરો પૈકીના એક છે. 
  • વીરા
વીરામાં જોગણીદેવીનું મંદિર અને જળાશય છે. પ૦૦ વર્ષ જુનું (ઇ.સ. ૧૪૭૮) હોવાનું કહેવાય છે પણ તે ૧૮પ૩માં ફરી બંધાયું હતું. શ્રાદ્ધ ક્રિયા કરવા માટે આ પસંદગીનું સ્થળ છે. 
જીલ્‍લા વિષે સામાન્‍ય રૂ૫ રેખા




ક્રમ વિગત સંખ્‍યા
તાલુકાની સંખ્‍યા ૧૦
ગામોની સંખ્‍યા ૯૫૧
વસ્‍તીવાળા ગામોની સંખ્‍યા ૮૮૭
શહેરોની સંખ્‍યા
ગ્રામ પંચાયતોની સંખ્‍યા ૬૧૪
નગરપાલિકા બરોની સંખ્‍યા
નગરપાલિકાઓની સંખ્‍યા
જિલ્‍લાનો વિસ્‍તાર (ચો.કિ.મી.માં) ૪૫૬૫૨
૨૦૦૧ પ્રમાણે જિલ્‍લાની કુલ વસતિ ૧૫૮૩૨૨૫
૧૦ ૨૦૦૧ પ્રમાણે ગ્રામ્‍ય વસ્તી ૧૧૦૮૩૩૩
૧૧ ૨૦૦૧ પ્રમાણે શહેરી વસ્‍તી ૪૭૪૮૯૨
૧૨ ૨૦૦૧ પ્રમાણે અનુસૂચિત જાતિની વસ્‍તી ૧૮૫૯૩૨
૧૩ ૨૦૦૧ પ્રમાણે અનુસૂચિત જનજાતિની વસ્‍તી ૧૩૦૧૩૮
૧૪ ૨૦૦૧ દશકાઓ વસ્‍તી વધારાનો દર (૧૯૯૧-૨૦૦૧) ૨૫.૪૦
૧૫ ૨૦૦૧ ની વસ્‍તીની ગીચતા (દર ચો.કિ.મી. દીઠ વ્‍યકિતએ) ૩૫
૧૬ આંગણવાડીઓની સંખ્‍યા (કાર્યરત) ૧૨૯૭
૧૭ પ્રાથમિક શાળાઓની સંખ્‍યા ૧૫૪૪
૧૮ માધ્‍યમિક શાળાઓની સંખ્‍યા ૨૦૭
૧૯ ટેકનિકલ હાઇસ્‍કુલોની સંખ્‍યા
૨૦ ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓની સંખ્‍યા ૫૬
૨૧ પોલીટેકનીકની સંખ્‍યા
૨૨ કોલેજોની સંખ્‍યા
૨૩ પ્રાથમિક શામુહિક આરોગ્‍ય કેન્‍દ્રોની સંખ્‍યા ૩૭
૨૪ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રોની સંખ્‍યા ૧૧
૨૫ સિવિલ હોસ્‍પિટલની સંખ્‍યા
૨૬ પશુ દવાખાનાની સંખ્‍યા ૨૭
૨૭ પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્રો ૨૯
૨૮ પશુ હોસ્‍પિટલની સંખ્‍યા
૨૯ ગૌધનની સંખ્‍યા (૨૦૦૩ ની ગણતરી પ્રમાણે) ૩૩૪૯૮૭
૩૦ ભેંસોની સંખ્‍યા ૧૭૮૦૩૩
૩૧ ધેંટા બકરાની સંખ્‍યા ૯૫૪૬૯
૩૨ કુલ પશુધનની સંખ્‍યા ૧૫૧૬૯૬૦
૩૩ રસ્‍તાની લંબાઇ કિ.મી.માં

રાજય હસ્‍તકનાં

કાચા

પાકા

પંચાયત હસ્‍તકનાં

કાચા

પાકા

નગરપાલિકા હસ્‍તકનાં

કાચા

પાકા

Source :-http://www.hiteshpatelmodasa.com
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)

No comments:

Post a Comment