Gujarat Teacher Group
ગુજરાત સરકારે કેન્દ્રમાં પૂરી માહિતી ન આપી અને ૭૦૦૦ અધ્યાપકોને ગેરમાર્ગે દોરે છે
એરીયર્સના પ્રશ્ને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરતા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશી
રાજકોટ, તા., ૧: અધ્યાપકો-કર્મચારીઓ કઇ રીતે પરેશાન થાય તેવી માનસીકતા
ધરાવતી ભાજપ સરકાર કેન્દ્ર સરકાર પર દોષનો ટોપલો ઢોળવાને બદલે ગુજરાતના
૭૦૦૦ થી વધુ અધ્યાપકોના એરીયર્સ નાણાની જલ્દીથી ચુકવણી કરે તેવી માંગ સાજે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના પ્રવકતા ડો. મનીષ દોશીએ ભારત સરકારના માનવ
સંશાધન મંત્રાલય માહીતી અધિકાર હેઠળ મેળવેલ માહીતીની વિગતો આપતા જણાવ્યું
હતું કે, માનવ સંશાધન વિકાસ મંત્રાલયે તા.૧૦-પ-ર૦૧૩ અને તા.૪-૧૦-ર૦૧૩ના
પત્રથી ગુજરાત સરકારને અધ્યાપકોના ૮૦ ટકા એરીયર્સ નાણાની વિસ્તૃત ગણત્રી
કરીને સંપુર્ણ માહીતી રજુ કરવા જણાવેલ જે બાબતે ગુજરાત સરકારે તા.
૧૭-૧-ર૦૧૪ ના રોજ ૭૦૦૦ થી વધુ અધ્યાપકોના છઠ્ઠા પગારના પંચના એરીયર્સ નાણા
અંગે માનવ સંશાધન વિકાસ મંત્રાલય સમક્ષ વિગતો રજુ કરી છે. અનુસંધાને માનવ
સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ચકાસણી ચાલી રહી છે.
ગુજરાતના અધ્યાપકો
માટે ખરેખર ભાજપ સરકારને લાગણી હોય તો માનવ સંશાધન વિકાસ મંત્રાલયને વિગતો
આપવામાં ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રથમ આઠ મહીના અને પછી ત્રણ મહીનાથી વધુ
સમય કેમ લીધો? ગુજરાત સરકારના વિવિધ નિવેદન જુઠ્ઠાણા સમાન-બેજવાબદાર અને
રાજનીતી ભર્યા છે.
ડો. મનીષ દોશીએ માહીતી અધિકારી કાયદા હેઠળ મેળવેલ
માહીતીની વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશના જુદા જુદા ૧ર રાજયો કે જેમણે
પુરતી વિગતો સમયસર રજુ કરી હતી તે રાજયોના પ૦,૦૦૦ થી વધુ અધ્યાપકોને જે તે
રાજય સરકારે છઠ્ઠા પગાર પંચના નાણાની પ્રથમ ચુકવણી કરી અને તેના આધારે
કેન્દ્ર સરકારે રીઇમ્બર્સમેન્ટ પેટે ૮૦ ટકા એરીયર્સના નાણા એટલે કે રર૦૦
કરોડ રૂપીયાની ચુકવણી જે તે રાજયને કરી આપી છે. ત્યારે ગુજરાતની ભાજપ
સરકારને વિવિધ યુનિવર્સિટી અને કોલેજોમાં કાર્યરત ૭,૦ર૬ અધ્યાપકોને તેમના
હક્કના નાણા ચુકવવામાં કેમ ઇચ્છા થતી નથી? અધ્યાપકોના છઠ્ઠા પગાર પંચના
એરીયર્સ નાણાં બાબતે વિસ્તૃત રજુઆત અને માહીતી અધિકારી હેઠળ હકીકતો મેળવતા
ભાજપ સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.
શિક્ષણમાં બેફામ ભ્રષ્ટાચાર,
દિશાવિહિન નેતૃત્વને કારણે ભાજ સરકારે ગુજરાતને શિક્ષણક્ષેત્રે રરમાં
ક્રમાંકે ધકેલી દીધું છે. ગુજરાતમાં એકતરફ શિક્ષણ દિવસે દિવસે અતિ મોંઘુ
થતુ જાય છે. સરકાર દ્વારા ૧૯૯૮ પછી એક પણ પુર્ણ સમયના અધ્યાપકોની નિમણુંક
કરવામાં આવી નથી સાથોસાથ પ્રાથમીકમાં રૂ. પ૩૦૦, માધ્યમિક રૂ. ૯૪૦૦, ઉચ્ચ
માધ્યમિક રૂ. ૧૦૦૦૦ સહાયકની પ્રથામાં ફિકસ વેતન દ્વારા ઉચ્ચ શિક્ષીત હજારો
યુવાન-યુવતીઓનુંઆર્થિક શોષણ કરવામાં આવે છે. ગુજરાતમાં રપ લાખથી વધુ
શિક્ષિત યુવાન-યુવતી સરકારી નોકરી માટે વર્ષોથી રાહ જોઇ રહયા છે.
મિત્રો તૈયાર થઇ જાઓ
સોમવારે નરેન્દ્ર મોદી ફેસબુક પર મળશે
એક કરોડ ફોલોઅર્સ સાથે એકાઉન્ટ હોલ્ડર્સના પ્રશ્નોના જવાબ આપશે મોદી
અમદાવાદ તા. ૧ : વિશ્વભરના ફેસબુક યુઝર્સ માટે સારા સમાચારછે કે
દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા અને ખાસકરીને યુવાઓના માનીતા બનેલા
ભાજપના ભાવિવડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતનામુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી
હવે સોશિયલ મીડિયા દ્વારાઅનેક વખત લોકો સુધી પહોંચ્યા બાદ હવે
સોમવારેફેસબુક યુઝર્સને પૂરા એક કલાક માટે ફેસ-ટુ-ફેસથશે.
વિશ્વનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક અનેસોશિયલ
મીડિયાના આ સૌથી મોટા પ્લેટફોર્મ પરમોદી સહિત ભારતના ચાર ટોચના રાજકીય
નેતાઓપણ ફેસબુક ઉપર આવશે. એક કરોડ ફોલોઅર્સ સાથેપહેલો લાઈવ પોગ્રામ,
ફેસબુકએકાઉન્ટ હોલ્ડર્સના પ્રશ્નોનાજવાબ આપશે મોદી ‘ટોક લાઈવ ટાઈટલ'ના
નામથી લાઈવ શોસોમવારે ફેસબુક ઉપર રાત્રે ૮-૦૦થી ૯-૦૦દરમિયાન લાઈવ કાર્યક્રમ
એનડીટીવી ચેનલ ઉપરપ્રસારિત થશે.
આ કાર્યક્રમ ચાર દિવસ માટે ચાલશે.આ
અંતર્ગત સોમવારે સૌ પ્રથમ નરેન્દ્ર મોદીઓનલાઈન એક કલાક માટે લાઈવ શો ઉપર
આવશેઅને ફેસબુક યુઝર્સના તમામ પ્રશ્નોના જવાબોઓનલાઈન આપશે. આ ફેસબુક ટોક
લાઈવટાઈટલથી રજૂ થનારા શોનું સંચાલન સિનિયરપત્રકાર મધુ ત્રેહાન કરશે.
ફેસુબક ઉપર જે પ્રશ્નોપૂછવામાંઆવશે તેમાંથી ૧૨ કે ૧૫ જેટલા સવાલોમોદી
સહિતના મહેમાનોને પૂછવામાં આવશે.યુવાનો ઉત્સુક : કોનો પ્રશ્ન થશે પસંદ,
ફેસબુકઉપર પ્રશ્નોનો મારોફેસબુક ઉપર મોદીના એક કરોડથી પણ
વધારેચાહકો-ફોલોઅર્સ છે. ભારતમાં સાડા નવ કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે.
મોદી સોમવારે પહેલા ક્રમે હોવાથી ફેસબુક ઉપર આવશે. ત્યાર પછીબીજા ક્રમે ૪૫
લાખ ફોલોઅર્સ ધરાવનારા ‘આપ'નાઅરવિંદ કેજરીવાલ મંગળવારે લાઈવ
કાર્યક્રમઆપશે. ત્યાર બાદ ૬.૨૦ લાખ ફોલોઅર્સ ધરાવતામમતા બેનરજી અને ૪.૨૦
ફોલોઅર્સ ધરાવતાઅખિલેશ યાદવ ઓનલાઈન શોમાં આવશે.માયાવતીએ આ શોમાં ભાગ લેવા
માટે નનો ભણ્યોછે. ફેસબુક પર અત્યારે મોદીને પૂછવા માટેનો મારોચાલી રહ્યો
છે. તમામ ફેસબુક યુઝર્સ ઈચ્છે છે કે તેનોસવાલ પસંદ થાય અને મોદી તેનો જવાબ
આપે.
News By:S.b. Thakor Nindroda
Source :- https://www.facebook.com/gujarat.teach
Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD, etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group