Gujarat Teacher Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

શિક્ષકે પત્નીને પિયર મોકલી સાળીને ઘરવાળી બનાવી દીધી
- આણંદના અડાસ ગામની ઘટના
- પત્નીએ પતિ, સાસુ-સસરા, નણંદ-નણદોઈ અને બહેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી
આણંદ,તા.૧૯
આણંદ જિલ્લાના અડાસ ગામના રહીશ અને વ્હેરા ગામે આવેલ એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકને પોતાની સાળી સાથે પ્રેમસંબંધ બંધાતા તેણે પોતાની પત્ની પર અમાનુષીભર્યો ત્રાસ ગુજારવાનો શરૃ કર્યો હતો. બાદમાં પત્નીની મંજુરી વિના પોતાની સાળી સાથે પ્રેમ લગ્ન કરીને સાળીને ઘરવાળી બનાવી દીધી હોવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. બાળકોમાં સંસ્કારનું સિંચન કરનાર શિક્ષકે સાળીના પ્રેમમાં અંધ બની પત્નીને પિયરની વાટ પકડાવી દઈ સાળીને ઘરવાળી બનાવી દેતા શિક્ષણ આલમમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે.
લોકો આ શિક્ષક પ્રત્યે ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ બનાવ અંગે શિક્ષકની પત્નીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાના પતિ (શિક્ષક), સાસુ-સસરાં, નણંદ-નણંદોઈ, પતિની બીજી પત્ની (બહેન) અને મામા સસરાં વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ સાતેય વ્યક્તિઓ વિરૃધ્ધ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
લગ્નના પ્રારંભિક દિવસોમાં પ્રજ્ઞોશ ભોઈનો ઘરસંસાર સુખમયરૃપે ચાલ્યો હતો. જો કે લગ્ન બાદ પ્રિયલની બહેન રીમ્પલ અવાર-નવાર તેણીના ઘરે આવતી-જતી હતી. આ સમયે પ્રજ્ઞોશ ભોઈને પોતાની જ સાળી રીમ્પલ સાથે આંખો મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા.
જો કે સગી સાળી સાથે પ્રજ્ઞોશ ભોઈએ અનૈતિક પ્રેમ સબંધ બાંધ્યા હોવાની જાણ પત્ની પ્રિયલબેનને થતાં જ તેઓ હચમચી ઉઠયા હતા અને આ બાબતે અવાર-નવાર પતિને પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકવા જણાવ્યું હતું. જો કે સગી સાળીના પ્રેમમાં અંધ બનેલ પ્રજ્ઞોશ ભોઈ પત્નીની આ વાતને માનવાની જગ્યાએ તેણીની સાથે ઝઘડા કરતો હતો અને અવાર-નવાર મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. જો કે પિતાની આબરૃ અને સમાજમાં ઘરનો મોભો જાળવવા માટે પ્રિયલબેન મુંગા મોં એ પતિનો અમાનુષીભર્યો ત્રાસ સહન કર્યા કરતા હતા. બીજી તરફ સાળીના પ્રેમમાં અંધ બનેલ પ્રજ્ઞોશ ભોઈ પોતે પરિણીત હોવા છતાં પ્રથમ પત્ની પ્રિયલબેનની મંજુરી વિના પોતાની જ સાળી રીમ્પલબેન સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જો કે આ પ્રેમ લગ્નમાં પ્રજ્ઞોશ ભોઈને તેના માતા-પિતા, બહેન-બનેવી અને મામાએ સહકાર આપી મદદગારી કરી હતી.
જો કે પિતા અને પરિવારજનોની હૂંફ અને સમજાવટના અંતે તેણીએ ન્યાય મેળવવા માટે આણંદ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ પ્રજ્ઞોશભાઈ જશભાઈ ભોઈ, સાસરાં જશભાઈ મંગળભાઈ ભોઈ, સાસુ કૈલાસબેન ઉર્ફે સવિતાબેન જશભાઈ ભોઈ, પતિની બીજી પત્ની રીમ્પલબેન મુકેશભાઈ ભોઈ, નણંદ પ્રિયંકાબેન જશભાઈ ભોઈ (તમામ રહે.અડાસ, તા.જિ.આણંદ), નણંદોઈ પંકજભાઈ હરમાનભાઈ મેઘા (રહે.ગાયત્રી નગર સોસાયટી, શિવાલય ટોકીઝ સામે, આણંદ) અને મામા સસરા ચંદુભાઈ સોમાભાઈ ભોઈ (રહે.ભુમેલ, તા.નડિયાદ) વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાતેય વ્યક્તિઓ વિરૃધ્ધ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Products :- Std
1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus
DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java Learn in
Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment