સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Tuesday, 10 July 2018

ખાનગી શાળાઓને ટકકર આપવા હવે સરકારી શાળઓમાં દર મહિને પરીક્ષા લેવાશે - રાજયના ૩૩ જિલ્લામાં સરકાર દ્વારા કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ '૧૯૬૨' શરૂ કરાશે - Mobile Medical Van - હાલમાં અમદાવાદ, મહેસાણા, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, ગાંધીધામ અને રાજકોટ ખાતેના ઔદ્યોગિક વિસ્તારો માટે મેડિકલ વાન કાર્યરત છે.- બ્લેકમેઇલ કરી યુવતીનુ જાતિય શોષણ : માંડવીના શિક્ષક સસ્પેન્ડ - ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ દ્વારા શિક્ષણ ઉપકર પેટે કોર્પોરેશનને ૧૨-પ૬ કરોડની ફાળવણી - આધારકાર્ડની જેમ હવે લોકોને મળશે હેલ્થ કાર્ડ - ગુજરાતની 53 હજાર આંગણવાડીઓમાં એક લાખ બહેનોને ત્રણ માસથી પગાર ચૂકવાયો નથી - ગુણોત્સવનું પરિણામ જાહેર: A + તથા A ગ્રેડની શાળાઓમાં વધારો - ગુજરાતમાં પૃથ્વી પરના કદાવર પક્ષી નર ઘોરાડની વસતી ઘટીને માત્ર 1 રહી! - મુસ્લિમોએ અલગ દેશની માંગણી કરવાનો સમય આવી ગયો છે

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

ખાનગી શાળાઓને ટકકર આપવા હવે સરકારી શાળઓમાં દર મહિને પરીક્ષા લેવાશે
 છ માસીક - વાર્ષિક ઉપરાંત દર માસે પરીક્ષા લેવાથી યોગ્ય મુલ્યાંકન થશે અમદાવાદ, તા.૧૦: કનિદૈ લાકિઅ રાજયભરમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે હવે સરકાર શિક્ષકોની પરીક્ષા લેવાની સાથે-સાથે વિદ્યાર્થીઓની પરીક્ષા દર મહિને લેશે. હવેથી તમામ સરકારી કનિદૈ લાકિઅ શાળાના વિદ્યાર્થીઓ અકિલા માત્ર છ માસિક કે વાર્ષિક જ નહીં, પરંતુ માસિક પરીક્ષા આપશે. ખાનગી શાળાઓની તુલનાએ સરકારી શાળાનાં બાળકોના શિક્ષણનું કનિદૈ લાકિઅ સ્તર નીચું જતું હોઇ ભવિષ્યમાં ધો.૧૦ અને ૧રની પરીક્ષામાં તેમજ સ્પર્ધાત્મક અકીલા પરીક્ષાઓમાં આ બાળકો પૂરતું પર્ફોર્મન્સ બતાવી શકતાં નથી, કનિદૈ લાકિઅ જેના કારણે હવે દર મહિનાના અંતે જે તે અભ્યાસ કર્યો હશે તેની ટેસ્ટ લેવાશે. સરકારી શાળાઓમાં દર વર્ષે યોજાતા ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં કનિદૈ લાકિઅ વિદ્યાર્થીઓનાં પરિણામ નબળાં આવી રહ્યાં છે, તેનું યોગ્ય મોનિટરીંગ થતું નહીં હોવાનું બહાર આવ્યું હતું. વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવાશે તેમાં તેમને કનિદૈ લાકિઅ તે માસ દરમ્યાન ભણેલા અભ્યાસક્રમમાંથી જ પ્રશ્નો પુછાશે. વિદ્યાર્થીઓના આ ટેસ્ટની સાથે શિક્ષકોને પણ ખબર પડશે કે વિદ્યાર્થીઓને કેટલું યાદ કનિદૈ લાકિઅ રહ્યું છે. શનિવારે હવે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં નહીં આવે, તેની જગ્યાએ સ્પોર્ટ્સ કલ્ચર અને સોશિયલ એકિટવિટી કરવાની રહેશે. બાળકોએ કનિદૈ લાકિઅ શું ઇતર પ્રવૃત્ત્િ।ઓ શનિવારે કરવાની છે તેની એક રૂપરેખા તૈયાર થઇ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે કઇ કઇ પ્રવૃત્તિઓ કરાવવાની છે તેનું લિસ્ટ બનાવીને તમામ શાળાઓને મોકલી અપાશે, જેનો શિક્ષકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. (3:25 pm IST)


 Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/10-07-2018/82209

રાજયના ૩૩ જિલ્લામાં સરકાર દ્વારા કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ '૧૯૬૨' શરૂ કરાશે
 પ્રથમ તબકકે ૭ જિલ્લા આવરી લેવા : ટુંક સમયમાં બાકીનો વિસ્તાર પણ સેવા શરૂ રાજકોટ કનિદૈ લાકિઅ તા. ૧૦ : રાજયના કોઇપણ સ્થળે ઘવાયેલા કે બીમાર પશુઓને તુરંત નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કનિદૈ લાકિઅ દ્વારા હાલ અકિલા પ્રથમ તબકકે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પાલનપુર, મહેસાણામાં ટોલ ફ્રિ નં. ૧૯૬૨ ની વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા કનિદૈ લાકિઅ પશુઓ માટેની શરૂ કરી દેવામાં આવી છે. રાજયના ૩૩ જિલ્લામાં અમલવારી કરાશે. તેમ અકીલા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પ લાઇનના મિતલ ખેતાણીની કનિદૈ લાકિઅ યાદીમાં જણાવાયુ છે. તેમણે જણાવ્યુ છે કે પશુઓ માટે વિનામુલ્યે એમ્બ્યુલન્સ શરૂ કરવા એનિમલ હેલ્પલાઇન દ્વારા છેલ્લા ઘણા સમયથી રજુઆતો થઇ રહી કનિદૈ લાકિઅ હતી. જેને રૂપાણી સરકારે સાકાર કરી બતાવી જીવદયાભાવ જીવંત કર્યો છે. પ્રથમ તબકકે સાત જીલ્લામાં આ સેવા શરૂ કરાઇ છે અને આગામી દિવસોમાં બાકીના કનિદૈ લાકિઅ ૨૬ જિલ્લાઓમાં પણ શરૂ કરાશે. કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (ટોલ ફ્રી નં.૧૯૬૨) અંગેની વિશેષ માહીતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી કનિદૈ લાકિઅ (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) નો સંપર્ક કરવા જણાવેલ છે. (11:24 am IST)
Source :- https://www.akilanews.com/Gujarat_news/Detail/10-07-2018/82193

 Mobile Medical Van - હાલમાં અમદાવાદ, મહેસાણા, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, ગાંધીધામ અને રાજકોટ ખાતેના ઔદ્યોગિક વિસ્તારો માટે મેડિકલ વાન કાર્યરત છે. - લેબોરેટરી તપાસ - ડાયાબીટીસ, મલેરીયા, પ્રેગ્નન્સી ટેસ્ટ, બ્લડ કાઉન્ટ, હિમોગ્લોબીન વિગેરેની ચકાસણી જરૂરીયાત મુજબ વિના મુલ્યે દવાઓ પુરી પાડવી  More Detail Click Here


Source :- http://gayatrisolutiongroup.blogspot.com/2018/07/educational-award-scheme.html

બ્લેકમેઇલ કરી યુવતીનુ જાતિય શોષણ : માંડવીના શિક્ષક સસ્પેન્ડ
 ભૂજ તા. ૧૦ : માંડવી તાલુકાના  માપર ગામના શિક્ષક દેવશી રાજા  સૌંદરવા ને કચ્છ જિલ્લા પ્રાથમિક કનિદૈ લાકિઅ શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. માંડવીમાં રહેતી અને એનજીઓમાં કામ કરતી ૩૨ વર્ષીય યુવતીએ શિક્ષક દેવશી સામે ૨૦૧૭ થી પોતાનુ જાતિય શોષણ કરવાનો કનિદૈ લાકિઅ અને અભદ્ર અકિલા કલીપ ઉતારી બ્લેકમેઇલીંગ કરવાનો આરોપ મૂકી પોલીસ ફરિયાદ કરી હતી. સતત ૧૦ મહિના સુધી શિક્ષક દેવશીની હવસનો ભોગ બનનાર યુવતીની કનિદૈ લાકિઅ ફરિયાદને પગલે માંડવી પોલીસે તેની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. ૪૮ કલાકથી અકીલા વધુ સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં વિતાવનાર શિક્ષક દેવશી કનિદૈ લાકિઅ સૌંદરવાને સસ્પેન્ડ કરવા પ્રાથમિક શિક્ષણ નિયમકે મંજૂરી આપતા તેને સસ્પેન્ડ કરાયો હોવાનુ પ્રાથમિક શિક્ષણાધિકારી એ જણાવ્યુ હતુ. (૨૮.૪)
Source :- https://www.akilanews.com/Saurashtra_news/Detail/10-07-2018/91130

ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડ દ્વારા શિક્ષણ ઉપકર પેટે કોર્પોરેશનને ૧૨-પ૬ કરોડની ફાળવણી
 ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીનો આભાર માનતા મેયર સહિતના કનિદૈ લાકિઅ પદાધિકારીઓ રાજકોટ, તા.૧૦: મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ કનિદૈ લાકિઅ જાગાણી, અકિલા દંડક અજયભાઈ પરમાર, એક સયુંકત યાદીમાં જણાવે છે, કે રાજય સરકારના ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા શિક્ષણ ઉપકર પેટે કનિદૈ લાકિઅ સને ૨૦૧૬-૧૭ વર્ષના રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૧૨,૫૬,૨૭,૯૯૦(અંકે રૂપિયા બાર અકીલા કરોડ છપ્પન લાખ સત્યાવીસ હજાર નવસો નેવું)ની ફાળવણી કરવા કનિદૈ લાકિઅ આવેલ છે. તે બદલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનો આભાર માનવામાં આવે છે. આ શિક્ષણ ઉપકરની રકમમાંથી નવી સ્કૂલો બનાવી તથા કોર્પોરેશન કનિદૈ લાકિઅ હસ્તકની શાળાઓમાં જરૂરી વિકાસ કરવામાં આવતો હોય છે. (3:44 pm IST)

Source :- https://www.akilanews.com/Rajkot_news/Detail/10-07-2018/99052

આધારકાર્ડની જેમ હવે લોકોને મળશે હેલ્થ કાર્ડ
 યુનીક નંબર અને કાર્ડ અપાશે લોકોને : કાર્ડમાં દરેક લોકોની હેલ્થની વિગતો હશે નવી દિલ્હી  તા ૧૦ : સરકાર હવે કનિદૈ લાકિઅ ખાધારકાર્ડની જેમજ હેલ્થ કાર્ડ બનાવી રહી છે. જે મુજબ દેશના દરેક નાગરીક ને આધાર કાર્ડની જેમજ એક યુનીક નંબર અને કાર્ડ અપાશે. આ કાર્ડમાં દરેક કનિદૈ લાકિઅ નાગરીકના સ્વાસ્થય અકિલા સબંધી જાણકારી હશે અને તેનો કયો કયો ઇલાજ થયો છે તેની માહિતી હશે. તેના કયા ટેસ્ટ થયા છે, શું જાણવા મળ્યું વગેરે કનિદૈ લાકિઅ માહિતી આ કાર્ડ દ્વારાઙ્ગ મળી શકશે. આ કાર્ડ દ્વારા પેશન્ટની માહિતી મેળવવાનો હક્ક અકીલા ફકત સરકારી હોસ્પિટલના ડોકટરો ને જ હશે. આ કાર્ડ બનવાથી કનિદૈ લાકિઅ ડોકટરને દરદીની વિગતો જાણવામાં સમય બરબાદ નહીં કરવો પડે અને તેની તરત ઇલાજ કરવાનું શકય બનશે. સુત્રોનું કહેવું છે કે સરકાર આ કાર્ડમાં રહેલ કનિદૈ લાકિઅ ડેટાને સુરક્ષિત રાખવા માટે સખત પગલા લેશે. આ બાબતે સરકારે શરૂઆત કરી દીધી છે તેણે હમણાં જ ડીજીટલ મેડીકલ રેકોર્ડ લીક થતો રોકવા માટે કાયદો બનાવવાની કનિદૈ લાકિઅ તૈયારી કરી છે, જે પ્રમાણે જો કોઇ છેતરપીંડી અથવા બેઇમાનીથી કોઇનો મેડીકલ ડેટા મેળવવા માટેગુનેગાર સાબિત થશે તો તેનખે એક વર્ષની સજા અને કનિદૈ લાકિઅ ઓછામાં ઓછો ૧ લાખ રૂપિયાનો દંડ થશે.(૩.૩) આયુષની દવાઓનો કલીનીકલ ટેસ્ટ નહીં થાય આયુર્વેદ અને યુનાની પધ્ધતીની પેટન્ટેડ દવાઓના કલીનીકલ ટેસ્ટની કનિદૈ લાકિઅ હવે જરૂર નહીં પડે કેંદ્રએ રાજયોને મોકલેલા એક સર્કયુલરમાં આ વાત કરી છે. આયુષ પધ્ધતિ ની દવાઓાનું લાઇસન્સ રાજયો આપે છે. જાણકારોનું કહેવું છે કે આ નિર્ણયથી બજારમાં નીમ્ન સ્તરની દવાઓના ઢગલા થઇ જશે.(૩.૩) (11:18 am IST)
Source :- https://www.akilanews.com/Main_news/Detail/10-07-2018/138190

ગુજરાતની 53 હજાર આંગણવાડીઓમાં એક લાખ બહેનોને ત્રણ માસથી પગાર ચૂકવાયો નથી
 - એક તરફ, પોષણ અભિયાન, બીજી તરફ મહિલાઓનું શોષણ અમદાવાદ, તા. 10. જૂન 2018 મંગળવાર એક તરફ,ગુજરાતમાં પોષણ અભિયાન યોજી ભાજપ સરકાર બણગાં ફુંકી રહી છે જયારે બીજી તરફ,ભાજપના શાસનમાં આંગણવાડી બહેનોનુ રીતસર શોષણ કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી ૫૩ હજાર આંગણવાડીમાં કામ કરતી એક લાખ બહેનોને સરકારે પગાર ચૂકવ્યો નથી. કારમી મોંઘવારીમાં પગાર ન ચૂકવાતાં આંગણવાડી મહિલા વર્કરોમાં રોષ ભભૂક્યો છે. આંગણવાડીમાં બાળકોને પોટ્રીનયુક્ત આહાર આપવાની વાતો કરનાર રાજય સરકારે નાસ્તા-આહારના જે દરો જાહેર કર્યાં છે તે મજાકરુપ છે જેમકે,૧૦ પૈસામાં ગોળ, ૬૫ પૈસામાં ચણાદાળ,૮૦ પૈસામાં ફળો. નવાઇની વાત તો એ છે કે, આંગણવાડી વર્કરે પોતાના ખિસ્સામાંથી ખર્ચ ચૂકવવા આદેશ કર્યો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને આક્ષેપ કર્યો છેકે, કોઇ મંત્રી આ ભાવે બજારમાં વસ્તુ ખરીદવા નીકળે તો તેમને ખબર પડે. છેલ્લા છ મહિનાથી ફળફળાદીના બિલો અપાયા નથી. આંગણવાડીના મકાનના ભાડાં ય ૉચૂકવાયા નથી.જલાલપુર,નવસારી,ભરુચ,ઝઘડિયા,અંકલેશ્વરમાં તો ત્રણ માસથી પગાર ન અપાતાં આંગણવાડી બહેનોએ દેખાવો ય કર્યા હતાં. અમદાવાદની ચાર હજાર બહેનોને ય પગાર મળ્યો નથી. આંગણવાડી કર્મચારી સંગઠને સરકારને ચિમકી આપી છે કે, નિયમિતરુપે પગાર નહી મળે તો,આગામી દિવસોમાં આંગણવાડીઓને તાળુ મારી હડતાળ પાડી વિરોધ વ્યક્ત કરવામાં આવશે.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/anganwadi-workers-not-getting-salary-for-3-months

ગુણોત્સવનું પરિણામ જાહેર: A + તથા A ગ્રેડની શાળાઓમાં વધારો
 - ધો-2થી 8ના 48 લાખથી વધુ બાળકોનું મૂલ્યાંકન કરાયુ - સફળતાના દાવાઓ વચ્ચે શિક્ષણનું સ્તર કથળ્યું એ હકીકત અમદાવાદ, તા. 10 જુલાઈ 2018 સોમવાર શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે ચાલુ વર્ષે ગુણોત્સવ- ૮ યોજાયો હતો. જેનું પરિણામ સોમવારે જાહેર કરાયુ હતું. સરકારનો દાવો છે કે શિક્ષણમાં ગુણાત્મક સુધારાણામાં સરકારના પ્રયાસોને સફળતા મળી છે. એ પ્લસ ગ્રેડની શાળાઓ ૨૧૧૭થી વધીને ૩૨૦૭ અને એ ગ્રેડની શાળાઓ પણ ૧૭૬૫૩થી વધીને ૨૨૪૩૬ થઈ છે. જ્યારે બી ગ્રેડની શાળાઓ ૧૨૫૫૬થી ઘટીને ૭૬૨૯, Cગ્રેડની શાળાઓ ૧૬૧૩થી ઘટીને ૭૭૪ અને D ગ્રેડની શાળાઓ ૩૦૦થી ઘટીને ૧૮૧ નોંધાઈ છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું કે, ગુણોત્સવમાં તમામ પ્રાથમિક શાળાઓનું વિશિષ્ટ રીતે બે બાબતોનું મુલ્યાંકન થાય છે. બાળકોની સિદ્ધિ અને શાળાઓની સહ અભ્યાસ પ્રવૃત્તિઓ તથા શાળાના સંશાધનોનો ઉપયોગ બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે છે. ૨થી ૮ના લગભગ તમામ ૪૮ લાખથી વધુ બાળકોની વાચન, લેખન અને ગણન ક્ષમતાઓનું મૂલ્યાંકન કરાયું હતું. જ્યારે ધો. ૬થી ૮માં તમામ ૨૧ લાખથી વધુ બાળકોનું તેમના ગણિત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન અને ભાષા જેવા વિષયોને આવરી લઈને ઓએમઆર પદ્ધતિથી મૂલ્યાંકન કરાયું હતું. ગુણોત્સવના પરિણામને આધારે ગ્રેડ આપવામાં આવે છે. જેમાં ૬૦ ટકા ગુણભાર બાળકોની શૈક્ષણિક સિદ્ધિ અને ૪૦ ટકા ગુણભાર અભ્યાસ પ્રવૃત્તિ વગેરેને આપવામાં આવે છે. સફળતાના આવા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે અમદાવાદ સહિતના મોટા ભાગની શહેરોની શાળાના હજારો બાળકોને આજે પણ યોગ્ય રીતે લેખન- વાંચન અને ગણન આવડતું નથી. ઘણી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. અનેક શાળાઓમા જુદા જુદા વર્ગના બાળકોને એક સાથે બેસાડીને શિક્ષક તેમને ભણાવે છે. કારણ કે શિક્ષકો પૂરતી સંખ્યામાં નથી. ગુણોત્સવના પેપરો છપાવવામાં પણ ભ્રષ્ટાચાર અને છબરડાઓની બૂમ ઉઠી હતી.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/number-of-a-and-a-plus-grade-school-increased

ગુજરાતમાં પૃથ્વી પરના કદાવર પક્ષી નર ઘોરાડની વસતી ઘટીને માત્ર 1 રહી!
 - કચ્છમાં - નલિયા પાસે અભ્યારણમાં જાળવણીના અભાવે બાવળ ઉગી ગયા છે - ગુજરાત સરકારે ગૌરવશાળી પક્ષી ગુમાવ્યા અમદાવાદ, તા. 10 જુલાઈ 2018 મંગળવાર 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ટ (ઘોરાડ)' પર વર્ષોથી કામ કરતી સંસ્થા 'વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (ડબલ્યુઆઈઆઈ)'ના મતે હવે ગુજરાતમાં નર ઘોરાડની સંખ્યા ઘટીને માત્ર એક રહી છે. કચ્છના નલિયા આસપાસ ઘાસિયા મેદાનોમાં જોવા મળતા આ પક્ષીઓની કુલ સંખ્યા ગુજરાતમાં ૨૦થી વધુ નથી. દેશમાં તેની વસતી ૨૦૦ આસપાસ હોવાના આંકડા આવતા રહે છે, પરંતુ નિષ્ણાતોના મતે પૃથ્વી પરના સૌથી કદાવર પૈકીના એક એવા ઘોરડની વસતી હવે સવાસોથી વધારે હોય એવુ લાગતું નથી. 'ઈન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન નેચર(આઈયુસીએન)'ના એપ્રિલ મહિનામાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આ પક્ષીની વસતી ૨૦ જ છે. એક સમયે સેંકડોની સંખ્યામાં જોવા મળતા ઘોરાડ હવે સરકારી બેદરકારીને કારણે નષ્ટ થવાની કગાર પર પહોંચ્યા છે. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટના સંશોધનના આધારે 'ડાઉન ટુ અર્થ' સામયિકે આજે આ અહેવાલ રજૂ કર્યો હતો. અગાઉ પણ નરની વસતી એક જ રહી હોવાની આશંકા વ્યક્ત થઈ હતી. પરંતુ આજે એ આશંકાને સાચી જાહેર કરવામાં આવી હતી. ૨૦ કિલોગ્રામ સુધી વજન ધરાવતા ઘોરાડ ઉડી શકતા નથી, પરંતુ એ પૃથ્વી પરના સૌથી વજનદાર પક્ષી હોવાનો વિક્રમ ધરાવે છે. ઊંચાઈમાં ૧ મિટરથી પણ વધારે કદના થતા આ પક્ષીનો શિકાર કરવો સહેલો છે. કેમ કે એ ઘાસના મેદાનમાં રહે છે, જ્યાં તેનું કદાવર શરીર છૂપાઈ શકતું નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચ્યા પછી થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારે અબડાસા તાલુકામાં નલિયા પાસે ઘોરાડ અભયારણ્ય માટે જમીન ફાળવી હતી. એ જમીન પર અત્યારે ગાંડા બાવળ ઉગી ચૂક્યા છે, જ્યારે નાનુ-મોટુ દબાણ પણ થઈ રહ્યું છે. જ્યાં કોઈને પ્રવેશવાની છૂટ ન હોવી જોઈએ એવા અભયારણ્યમાંથી કેટલાક ગામના રસ્તા નીકળે છે. માટે અહીં વાહન સહિતની અવર-જવર સતત ચાલુ રહે છે. એ સંજોગોમાં શરમાળ ઘોરાડની વસતી વધવાની ક્યારની બંધ થઈ ગઈ છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)ના વિજ્ઞાાની અસદ રહમાનીએ કહ્યુ હતુ કે ૧૫ વર્ષ પહેલા ત્યાં ૧૧ નર હોવાનું અમે નોંધ્યુ હતુ. પરંતુ પછીથી કચ્છમાં સતત ઔદ્યોગિક વિકાસ થયો જેણે આ પક્ષીનો ભોગ લીધો છે. ગુજરાત બહાર મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં થોડી વસતી બચી છે. ઘોરાડ એકાંતપ્રિય અને શરમાળ હોવાથી આસાનીથી પ્રજનન કરતા નથી. બીજી તરફ સતત કપાતા જતા જંગલો, નાના પાયે ચાલતી શિકાર પ્રવૃત્તિ, ઓદ્યોગિકરણ વગેરેને કારણે ઘોરાડના મૃત્યુ થઈ રહ્યા છે. જેમ કે કચ્છમાં જ ઊંચા થાંભલાના વાયરો સાથે અથડાઈને ઘોરાડ મૃત્યુ પામ્યાના અનેક દાખલા નોંધાયા છે. છતાં સરકારે એ દિશામાં કશી કામગીરી કરી નથી. કેમ કે થાંભલા નાખનારી કંપની ખાનગી છે. નર ઘોરાડની વસતી એક જ રહી તેનો મતલબ એવો થયો કે હવે વસતી વધવાની કોઈ સંભાવના નથી. કેમ કે એકથી વધુ હતા ત્યારે પણ ઘોરાડ પ્રજનન કરતા ન હતા. હવે એક છે, એ જીવશે ત્યાં સુધીમાં પ્રજનન કરે તો ભલે, બાકી વસતી ઘટતી જશે. આ પક્ષી ગુજરાત માટે ગૌરવનો વિષય છે, પરંતુ સરકારને તેની જાણકારી જ હોય એમ લાગતું નથી. ૪૦ વર્ષ પહેલા ઘોરાડની વસતી દેશમાં સાડા સાતસોથી વધુ હતી. એ ઘટીને આજે સો-સવાસોએ આવી પહોંચી છે. પક્ષી સંરક્ષણની નિષ્ફળતાનો આ ક્લાસિક કિસ્સો છે. મોગલ બાદશાહ બાબર પણ શિકારે નીકળ્યો ત્યારે આ પક્ષીને જોઈને મોહિત થયો હતો. બાબરે પછીથી પક્ષીના સૌંદર્યનું વર્ણન પણ કર્યું હતુ. ૧૯૬૦ના દાયકામાં જ્યારે રાષ્ટ્રીય પક્ષી પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે જગવિખ્યાત પક્ષીશાસ્ત્રી સલીમ અલીએ આ પક્ષીનું નામ આગળ ધર્યું હતું. ભવ્ય કદ, છટાદાર ચાલ અને જાજરમાન શરીરને કારમે ડો.સલીમ અલીએ તેને ધ ગ્રેટ  ઈન્ડિયન બર્ડ નામ આપ્યું હતુ. ઘોરાડને અંગ્રેજમાં બસ્ટર્ડ કહેવામાં આવે છે. બીજી તરફ એ શબ્દ અંગ્રેજીમાં ગાળ ગણાય છે. માટે ઘોરાડના સ્પેલિંગની તેની સાથે ભેળસેળ થવાની શક્યતાને કારણે નામ રાષ્ટ્રીય પક્ષી તરીકે રદ થયું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/only-one-great-indian-bustart-is-left-in-gujarat

મુસ્લિમોએ અલગ દેશની માંગણી કરવાનો સમય આવી ગયો છે
 - જમ્મુ કાશ્મીરની શરિયા કોર્ટના ઉપાધ્યક્ષનુ ચોંકાવનારુ નિવેદન શ્રીનગર, તા. 10. જુલાઈ 2018 મંગળવાર દેશના દરેક જિલ્લામાં મુસ્લિમો માટે અલાયદી શરિયા કોર્ટ શરુ કરવા માટેના ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નિર્ણયથી રાજકીય મોરચે ઘમાસાણ મચી ગયુ છે ત્યારે જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી ગ્રાન્ડ મુફ્તી નાસિર ઉલ ઈસ્લામે અત્યંત ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. જમ્મુ કાશ્મીર શરિયા કોર્ટના ઉપયાધ્યક્ષ નાસિરનુ કહેવુ છે કે જો ભાજપને શરિયા કોર્ટથી સમસ્યા છે તો મુસ્લિમોને એકલા છોડી દેવા જોઈએ. ભારતમાં 20 કરોડ મુસ્લિમ વસતી છે. જેમને ધાર્મિક રીતિ રિવાજોનુ પાલન કરવાથી રોકી શકાય નહી. જો અમને ધાર્મિક આઝાદીથી રોકવામાં આવ્યા તો ભારતના મુસ્લિમોએ 1947ની જેમ દેશના ભાગલા માટે વિચારવુ પડશે. સમય આવી ગયો છે કે આપણે(મુસ્લિમો)અલગ રાષ્ટ્ર બનાવવા માટે વિચારીએ. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રવક્તા શરિયા કોર્ટનો વિરોધ કરીને કહ્યું હતું કે દેશમાં શરિયા કોર્ટનુ કોઈ સ્થાન નથી.આ દેશ ઈસ્લામિક રિપબ્લિક ઓફ  ઈન્ડિયા નથી. 15 જુલાઈએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં શરિયા કોર્ટ સ્થાપવા અંગે નિર્ણય લેવાવાનો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/mufti-of-jammu-kashmir-demands-saperate-nation

હાર્દિકના હવાતિયાઃ ખેડૂતો, RTE, જનતા રેડ બાદ ફરી અનામતના માર્ગે

હાર્દિકે અલ્પેશ ઠાકોર અને મેવાણીની સાથે રાઈટ ટૂ એજ્યુકેશનમાં ગરીબ બાળકોના પ્રવેશનો મુદ્દો ચલાવ્યો પણ ફ્લોપ સાબિત થયો
અમદાવાદઃ પાટીદાર અનામત મુદ્દે છેલ્લા સાડા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી આંદોલન કરી રહેલા હાર્દિક પટેલે હવે કોઈ બીજો મુદ્દો ન મળતા ફરીવાર લોકસભા ચૂંટણી સમયે પાટીદાર અનામતના નામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલનના બે વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવતા હાર્દિક પટેલે અનામતની સાથે ખેડૂતો અને યુવાનોની બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવી ભાજપવિરૂદ્ધ પ્રચાર કર્યો હતો. પરંતુ તેમાં તેને વધુ સફળતા નહીં. જેના કારણે તે મુદ્દા વિહિન બની જતા હાર્દિક રાજકીય અસ્તિત્વ બનાવવા માટે હવાતિયા મારી રહ્યો છે.
RTEથી લઈ જનતા રેડમાં મળી નિષ્ફળતા

હાર્દિક પટેલના સ્વભાવ અને કામગીરીને કારણે આંદોલનના સાથીઓ પણ તેને છોડીને રાજકીય પક્ષોમાં જોડાયા હતા. ત્યાર બાદ એકલા પડેલા હાર્દિક પટેલે ગુજરાતના અન્ય યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીનો હાથ પકડીને રાઈટ ટૂ એજ્યુકેશનમાં ગરીબ બાળકોના પ્રવેશનો મુદ્દો ચલાવ્યો હતો. પરંતુ તેમાં પણ તેની ફાવટ નહીં. તે પછી આ બે નેતાઓ સાથે દારૂ મામલે જનતા રેડ કરવાનો નુસખો અપનાવ્યો હતો. પરંતુ આ મુદ્દે પણ હાર્દિકને ખાસ જનસમર્થન મળ્યું નહીં.
તમામ મોરચે પછડાટ મળ્યા બાદ ફરી અનામત આંદોલનના માર્ગે
આમ તમામ મોરચે પછડાટ ખાધા બાદ હાર્દિક પટેલે ફરી એકવાર પોતાના પાટીદાર સમાજને અનામત આપવાનો મુદ્દો ઉભો કર્યો છે. પરંતુ સમજું અને શાણો પાટીદાર સમાજ પણ જાણી ચૂક્યો છે કે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવતી હોવાથી હાર્દિક પટેલ અનામતનું ભૂત ધુણાવી સમાજને સાથે લેવાની વાતો કરી રહ્યો છે. હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યા બાદ સમાજનું સમર્થન ઘટી જતા ગુજરાત બહારના નેતાઓ અને આગેવાનોનો સંપર્ક શરૂ કર્યો હતો. પરંતુ તેમાં પણ તેને ખાસ 'ભાવ' મળ્યો નહીં.
પાટીદારોનો ટેકો મળતો બંધ થતા રાજ્ય બહાર સમર્થન મેળવવા પ્રયાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તનતોડ મહેનત કર્યા બાદ પણ ફરીથી ભાજપ સત્તા પર આવ્યો એટલે હતાશ બનેયેલા હાર્દિકે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને પાટીદાર અનામત આંદોલનના નામે નેતાગીરી કરવા માટેના ધમપછાડા ચાલું રાખ્યા છે. પરંતુ ચૂંટણી પરિણામો બાદ હાર્દિક પટેલ કોંગ્રેસના સાથીદાર હોવાનું પાટીદાર સમાજને ખબર પડી જતાં સમાજ દ્વારા પણ હાર્દિક પટેલને પૂરતો ટેકો મળતો બંધ થઈ ગયો છે. હાર્દિક પટેલે નેતા બનવા માટે અનામતની સાથે બીજા મુદ્દાઓ પણ ઊભા કર્યા હતા અને ગુજરાતની બહારના નેતાઓ સાથે મુલાકાતો શરૂ કરી છે. પરંતુ હાર્દિક પટેલને પોતાના સમાજનો ટેકો મળતો બંધ થઇ ગયો હોવાનું હવે ધીમે-ધીમે જાહેર થઇ રહ્યું છે.
સોશિયલ નેટવર્કિંગથી નેતા બનવાના હવાતિયા

સોશિયલ નેટવર્કિંગથી નેતા બનેલા હાર્દિક પટેલનું વર્ચસ્વ ઘટી જતાં ફરી એકવાર હાર્દિકે સોશિયલ નેટવર્કિંગ વધુમાં વધુ ઉપયોગ કરીને પોતાની કામગીરી બતાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ સોશિયલ પોપ્યુલારિટી જાળવી રાખવા હાર્દિક દરેક જગ્યાએ સેલ્ફી લેતો હોય છે. પરંતુ થોડા સમય પહેલા કઠુઆ દુષ્કર્મના વિરોધમાં યોજાયેલી રેલીમાં જોડાયો હતો અને ત્યાં પણ બેશરમ બનીને સેલિબ્રિટીઝની જેમ સેલ્ફી લેવા લાગ્યો હતો. આ મામલે પણ હાર્દિક લોકોની ટીકાનો ભોગ બન્યો હતો. આમ તે હાલ મુદ્દો પકડવા માટે હવાતિયા મારી રહ્યો છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-after-flop-show-of-rte-farmer-and-anamat-hardik-patel-try-to-find-noticeable-issue-gujarati-news-5913531.html?ref=ht


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure(Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: