સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Monday, 2 January 2017

આ ખેડૂત પુત્ર છે ગુજરાતના પાંચ લાખ ફિક્સ પે ધારકો માટે લડતો યુવા નેતા

Gujarat Teacher Group
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, ) 

 Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
 

આ ખેડૂત પુત્ર છે ગુજરાતના પાંચ લાખ ફિક્સ પે ધારકો માટે લડતો યુવા નેતા

અમદાવાદઃગુજરાતમાં હાલ ચાર યુવાનો નેતાઓની બોલબાલા છે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને પ્રવિણ રામ. આ બધામાં અલ્પેશ, જિગ્નેશ, હાર્દિકને લગભગ બધા જાણતા હશે પરંતુ પાંચ લાખ જેટલા ફિક્સ પગારદારો માટે લડતા યુવા નેતા પ્રવિણ રામને બહુ ઓછા લોકો જાણતા હશે. તે પોતે ફિક્સ પગારદાર નથી પરંતુ સમાજસેવા અને શોષિતોના હક માટે આ ખેડૂત પુત્ર છેલ્લા બે વર્ષથી લડત આપી રહ્યો છે. 
 
'આ કોઈ સમાજનું નહીં પરંતુ શોષિતો માટેનું આંદોલન છે'
 
પોતાના આંદોલન અંગે વાત કરતા ગુજરાત જન અધિકાર મંચના કન્વીર પ્રવિણ રામે કહ્યું હતું કે,' અમારું આંદોલન કોઈ એક સમાજનું નહીં પરંતુ શોષિતોના હક માટેનું આંદોલન છે. છેલ્લા બે વર્ષથી અમે લડી રહ્યા છે અમે કલેક્ટરથી લઈ, સીએમ, પીએમ અને રાષ્ટ્રીપતિ સુધી રજૂઆત કરી છે.
 
રાજ્યમાં પાંચ લાખથી વધુ ફિક્સ પગારદારો છે, એકલા શિક્ષણ વિભાગમાં જ દોઢ લાખ, તલાટી-નાયબમાલતદારો 25થી 30 હજાર, પોલીસ વિભાગમાં 60થી 70 હજાર પછીના નાના મોટા વિભાગો મળીને આ આંકડો લાખોમાં જાય છે. અમારી માંગણીઓ કાયદાની વિરૂદ્ધ નથી અને સરકારે પણ તે માનવી જ પડશે. અમારી માંગ માત્ર સમાન કામ સામે સમાન પગારની જ છે.  અમને અમારી લડત પર વિશ્વાસ છે અને તે ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર અમને અમારો હક નહીં આપે.'
છેલ્લા ચાર વર્ષથી અમદાવાદ રહેતો પ્રવિણ રામ મુળ ગીર-સોમનાથનો છે. હાલ ફાર્મસીમાં પીએચડી કરી રહેલા પ્રવિણે પ્રાથમિક શિક્ષણ ગીર-સોમનાથમાંથી લીધા પછી ગ્રેજ્યુએશન ગાંધીનગરમાં કર્યું છે. ખેડૂત પુત્ર પ્રવિણ રામના પરિવારમાં માતા-પિતા અને ભાઈ-ભાભી છે. હાલ તે પોતાના પરિવારથી દુર રહીને અભ્યાસની સાથે ફિક્સ પગારદારો માટે લડી રહ્યો છે. 
 
'અમારા આંદોલનથી ખોટી રીતે ચાલતા 4 હજાર મેડિકલ સ્ટોર બંધ થયા'
 
પ્રવિણ રામે કહ્યું હતું કે, 'ફિક્સ પે પહેલાં હું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ સામેના આંદોલનમાં જોડાયો હતો. જેમાં બિન જરૂરી દવાનું વેચાણ, મેડિકલ સ્ટોર્સ પર ડીગ્રી ધારકો નહીં પરંતુ બીજા લોકો બેસે છે જેવા મુદ્દા હતા. અમારી આ લડતને પગલે રાજ્યમાં ગેરરીતિથી ચાલતા આવા ચાર હજાર જેટલા મેડિકલ બંધ થયા છે.'
'ગુજરાતમાં કહેવાત વિકાસ મોડેલ કરતા ચિત્ર અલગ'
 
પ્રવિણ રામે કહ્યું હતું કે, 'રાજ્યમાં ફિક્સ પે પર લાગતા કર્મચારીઓને મહિને માત્ર 9 હજાર, કોન્ટ્રાક્ટર પર કામ કરતા લોકોને મહિને માત્ર 4થી 6 હજાર, મધ્યાહન ભોજન માટે કામ કરતી મહિલાઓને મહિને 1 હજારથી પંદરસો જ્યારે આશા વર્કરને માત્ર 750 રૂપિયા જ મળે છે. આ બધુ જોઈને લાગે છે કે, ગુજરાતમાં કહેવાતા વિકાસ મોડેલ કરતા ચિત્ર કઈક અલગ છે'
 
પ્રવીણ રામે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 'સાંસદો અને ધારાસભ્યો જો પગાર વધારો માંગી શકતા હોય અને તેમની માંગણી સ્વીકારવામાં આવતી હોય તો કર્મચારીઓનું ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગના નામે શોષણ શા માટે કરવામાં આવે છે?
 
રાજ્યના ફિક્સ પગારદારોને કાયમી કરવા સરકારની કવાયત
 
રાજ્ય સરકારની નોકરીમાં કાયમી કરવા માટે ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી થયેલી રજૂઆતો બાદ રવિવારે ગાંધીનગરમાં આક્રમક ધરણાં અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજાવાના પગલે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર ફિક્સ પગારદારોને કાયમી કરવાના સંકેતો આપ્યા છે. સાથે સેવાની શરતો અને નિયમોમાં પણ ધરખમ ફેરફાર કરાય તેવી શક્યતા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, 'રાજ્ય સરકાર આ દિશામાં હકારાત્મક છે, પરંતુ 10મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં મુદ્દત છે ત્યારે એફિડેવિટના સ્વરૂપમાં રાજ્ય સરકાર ફિક્સ પગારની પોલિસીને લઇને પોતાનો નિર્ણય રજૂ કરશે.' જોકે ફિક્સ પગારદારો માટે કેવા પ્રકારના નિર્ણય લેવાયા છે અને સરકાર સુપ્રીમમાંથી કેસ પાછો ખેંચશે કે નહીં તે અંગે ફોડ પાડ્યો ન હતો. 
 
નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે એક વર્ષમાં 67 હજારથી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. 27 હજાર નિમણૂકો પણ કરી દેવાઇ છે. 25 વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં ભરતી હાથ ધરાઇ છે. ફિક્સ પગારના કર્મીઓને પણ વધુ પગાર અને ભથ્થા આપવા સરકારનો હકારાત્મક અભિગમ છે.
 
Source :- http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-know-about-pravin-ram-who-fight-for-fix-pay-and-contract-employee-NOR.html?seq=1&ref=ht

Posted: 02 Jan 2017 05:01 AM PST
પાસપોર્ટમાં જન્મના પ્રમાણપત્ર માટે 8 ડોક્યુમેન્ટ્સ માન્ય, જાણો સરળ પ્રોસેસ
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ: ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનાવવા માટેના નિયમોને વધુ ઉદાર અને આસાન બનાવવા નવાં નિયમોની જાહેરાત કરી છે. જે અંતર્ગત પાસપોર્ટ બનાવવા માટે અરજદાર જન્મના પ્રમાણ તરીકે હવે 8 પૈકી કોઇ એક ડોક્યુમેન્ટ્સ રજૂ કરી શકશે. નવા નિયમથી તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મેલા અને પાસપોર્ટ માટે અરજી કરનારા ભારતીય નાગરિકોને ફાયદો થશે.
- જન્મનું પ્રમાણપત્ર
- માર્કશીટ.
- પન કાર્ડ
- જન્મ તારીખ
- આધાર કાર્ડ
- ઇ-આધાર કાર્ડ
- સરકારી કર્મચારી હોય તો સર્વિસ રેકોર્ડની કોપી
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- ચૂંટણી ફોટો ઓળખકાર્ડ
પાસપોર્ટ નિયમાવલી 1980 ના વર્તમાન વૈધાનિક જોગવાઇઓ મુજબ તા.26 જાન્યુઆરી 1989 ના રોજ કે તે પછી જન્મનાર અરજદારોને પાસપાર્ટ બનાવવા માટે જન્મ તારીખના પ્રમાણ તરીકે જન્મનું પ્રમાણપત્ર(બર્થ સર્ટિફિકેટ) આપવું અનિવાર્ય હતું. પરંતુ હવે નિર્ણય કરાયો છે કે, આવા અરજદારો જન્મ તારીખના પ્રમાણ માટે 8 પૈકી કોઇએક દસ્તાવેજ રજૂ કરી શકશે.
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં સિંગલ પેરેન્ટ અને દત્તક લેવાયેલા બાળકોને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવતા નિયમોમાં ફેરફાર કરાયો છે. માટે વિદેશ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારીઓની બનેલી 3 સભ્યોની સમિતિએ સુપરત કરેલા રિપોર્ટને વિદેશ મંત્રાલયે સ્વીકારી લીધો છે.
- ઓનલાઇન પાસપોર્ટ માટેની અરજીમાં હવે માતા-પિતા અથવા કાનૂની વાલીના નામ પૈકી કોઇ એકનું નામ આપવું પડશે. જેનાથી સિંગલ પેરેન્ટ્સના બાળકોનો પાસપોર્ટ આપવામાં સરળતા રહેશે.
- અરજદારો દ્વારા વિવિધ મુ્દ્દાઓ પર આપવામાં આવતી જાણકારી સાદા કાગળ પર એક સ્વ-ઘોષણાના સ્વરૂપમાં હશે. હવે કોઇ એટેસ્ટેસન, શપથ, નોટરી, કાર્યકારી મેજીસ્ટ્રેટ, ક્લાસ વન ન્યાયિક મેજિસ્ટ્રેટની આવશ્યકતા નહીં રહે.
- વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે હવે પાસપોર્ટ માટે અપ્લિકેશન કરતી સમયે ડેટ ઓફ બર્થના આધાર માટે ટ્રાન્સફર/સ્કૂલ લિવિંગ/ મેટ્રીકુલેશન સર્ટિફિકેટ,પાન કાર્ડ અને આધાર કાર્ડ/ઇ આધારમાંથી કોઇ એક ડોક્યુમેન્ટ આપી શકાશે.
- સિંહે વધુમાં જણાવ્યું છે કે નવા રૂલ્સમાં પોતાના ડિપાર્ટમેન્ટ/મિનિસ્ટ્રીથી નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ ન મેળવી શકનારા ગર્વમેન્ટ સર્વન્ટ પણ હવે પાસપોર્ટ માટે અપ્લાય કરી શકે છે.
- સાધુ સંન્યાસીઓને માટે માતા -પિતાના નામને બદલે તેમના અધ્યાત્મિક ગુરુનું નામ માન્ય ગણવામાં આવશે.સિંગલ પેરન્ટવાળા માતા -પિતાના બાળકોને માટે પાસપોર્ટ પર માતા કે પિતા કે તેની સાથે સંકળાયેલા કાનૂની વ્યક્તિના નામને મંજૂરી આપવામાં આવી છે.
- સૌ પહેલાં જેની પાસે જન્મનું પ્રમાણપત્ર નથી તેઓએ મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર  લેવાનું રહેતું નથી. હવે આધાર કાર્ડમાં ઉલ્લેખ કરાયેલી જન્મતિથિને માન્યતા આપવામાં આવી છે. આધારકાર્ડ સિવાય ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, સ્કૂલનું પ્રમાણપત્ર  કે પછી મતકાર્ડની ઓળખને પણ જન્મ તારીખ માટે માન્ય ગણી શકાશે.
- પરિણિત લોકો માટે લગ્નના પ્રમાણપત્રની જરૂરિયાતને હટાવી દેવાયું છે. સરકારી લોકો કે કર્મચારીઓ માટેના પોતાના વિભાગથી પ્રમાણપત્ર લાવવાના નિયમને પણ હટાવી દેવામાં આવ્યો છે.

➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.gujaratsamachar.com/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment