સુવિચાર

"Wel-Come to Information Technology & Education Development World" સુવિચાર :- "શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કળા છે અને જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM) - See more at: http://gujaratteachergroup.blogspot.in/p/reach-us.html#sthash.ZQOi6IeM.dpuf

Saturday, 23 December 2017

પ્રવાસી શિક્ષકોની મુદ્દતમાં વધારો - ટુજી અંગેનો ફેંસલો સરકારને મોંઘો પડશેઃ કંપનીઓ વળતર માંગશે ? - કોર્પોરેશનનાં કોન્ટ્રાકટ કર્મચારીનો પગાર કેમ કાપી નાંખ્યો?આસી.કમિશ્નરને નોટીસ - 'માત્ર અસાધારણ પરિસ્થિતિમાં જ ધરપકડ કરવામાં આવે' -

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

પ્રવાસી શિક્ષકોની મુદ્દતમાં વધારો

રાજકોટઃ ગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂકની મુદત તા. ૨૧ ડીસેમ્બરના રોજ પુરી થઈ ગઈ છે. ત્યાર બાદ રાજ્ય સરકારે આ મુદત લંબાવવાનો નિર્ણય રાજ્યમાં શાળાકીય શિક્ષણના વ્યાપમાં વધારો થાય તે હેતુથી કર્યો છે. રાજ્યમાં ૬૦૦૦થી વધુ વિવિધ પ્રવાસી શિક્ષકો માટે આ મુદત વધારો લાગુ પડશે

 Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/23-12-2017/67654

ટુજી અંગેનો ફેંસલો સરકારને મોંઘો પડશેઃ કંપનીઓ વળતર માંગશે ?

નવી દિલ્‍હીઃ રજી સ્‍પેક્‍ટ્રમ અંગેનો ચુકાદો સરકારને મોંઘો પડે તેવી શકયતાઃ ટેલીકોમ કંપનીઓ સરકાર પાસે વળતર માંગે તેવી શકયતાઃ વિડીયોકોને ટ્રીબ્‍યુનલમાં કેસ દાખલ કરી સરકાર પાસે ૧૦,૦૦૦ કરોડ માંગ્‍યા હતાઃ અમારી કોઈ ભુલ નહોતી છતાં અમારા બીઝનેસને ૨૫૦૦૦ કરોડનું નુકસાન થયું તેથી સરકારે અમને રાહત આપવી જોઈએ

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-12-2017/120396

કોર્પોરેશનનાં કોન્ટ્રાકટ કર્મચારીનો પગાર કેમ કાપી નાંખ્યો?આસી.કમિશ્નરને નોટીસ

મહિનાના ચાર રવિવારનો પગાર કાપી લેવાનાં નિર્ણયથી ૩ હજાર નાના કર્મચારીઓને અન્યાયની રજૂઆતઃ બંછાનિધિ પાની લાલઘુમ

રાજકોટ તા. ર૩ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો સહિતની અનેક કામગીરી ખાનગી કોન્ટ્રાકટ પધ્ધીથી  'મેન પાવર'નાં કોન્ટ્રાકટ આપીને કરાવાઇ રહી છે. જેમાં કામ કરતાં ટૂંકા પગાર વાળા નાના ગજાના કર્મચારીઓનો પગાર કાપી લેવાનાં મુદ્ે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ આસીસ્ટન્ટ કમિશ્નર જસ્મીન રાઠોડને નોટીસ ફટકારી ખુલાસો પુછતાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોન્ટ્રાકટર કામ કરતા ટૂંકા પગાર વાળા કર્મચારીઓને હવેથી મહીનાનાં ચાર રવિવારનો પગાર નહી આપવાનો નિર્ણય લેવાતાં. આ બાબતે અંદાજે ૩ હજાર જેટલાં કોન્ટ્રાકટ ઉપર કામ કરતાં કર્મચારીઓમાં અન્યાયની લાગણી ફેલાઇ હતી. અને આ મુદ્ે મ્યુ. કમિશ્નર બંછાનીધીપાની સુધી રજૂઆત થતાં તેઓએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો ? તે બાબતનો ખુલાશો આપવા આસીસ્ટન્ટ કમિશ્નર જસ્મીન રાઠોડને નોટીસ ફટકારી છે.
દરમિયાન આ બાબતે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓનો પગાર રવિવારે કાપવામાં નથી. આવતો ત્યારે કોન્ટ્રાકટનાં કર્મચારીઓનો રવિવારનો પગાર કાપી લેવો તે માનવતાની દ્રષ્ટીએ અયોગ્ય કહેવાય.

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/23-12-2017/89010

'માત્ર અસાધારણ પરિસ્થિતિમાં જ ધરપકડ કરવામાં આવે'

૭ વર્ષ સુધીની જેલની સજાના કેસના મામલે ગુજરાત હાઇકોર્ટે જારી કરી ગાઇડલાઇન્સઃ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટોએ પોલીસ કેસ સાચો હોય અથવા તો વાસ્તવિક હોય અને રિમાન્ડ માટેના કારણો પોલીસ કેસ ડાયરીમાં નોંધાયેલા હોય તો જ રિમાન્ડ મંજુર કરેઃ કાયદાનો ભંગ કરતા પોલીસ ઓફિસરો સામે પણ હાઇકોર્ટની લાલઆંખ

નવી દિલ્હી તા.ર૩ : એક મહત્વના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે ૭ વર્ષ સુધીની જેલની સજાના કેસમાં લોકોની ધરપકડ અને રિમાન્ડના મામલામાં નીચલી અદાલતોના ન્યાયધીશો અને રાજયના ટોચના પોલીસ અધિકારીઓ માટે માર્ગદર્શિકાઓ જારી કરી છે. જસ્ટીસ જે.બી.પારડીવાલાએ જણાવ્યુ છે કે, આવા મામલાઓમાં માત્ર અપવાદરૂપ સંજોગોમાં જ ધરપકડ કરવાની હોય છે.
જસ્ટીસ જે.બી.પારડીવાલાએ આ સમગ્ર પ્રક્રિયા વિશે વધુ વિગતો આપી હતી અને એવુ મંતવ્ય દર્શાવ્યુ હતુ કે, વિવિધ ન્યાયધીશો અને પોલીસે સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશો મુજબ કામ કરવુ જોઇએ એટલુ જ નહી અન્ય હાઇકોર્ટોએ પણ આ મુજબના માપદંડ અપનાવવા જોઇએ. તેમણે સીઆરપીસીની કલમ ૪૧ (૧) (બી) અને ૪૧-એ વિશે ઉંડાણપુર્વક સમજાવ્યુ હતુ. ગુજરાત હાઇકોર્ટે એ બાબત દોહરાવી છે કે જયાં સુધી અસાધારણ પરિસ્થિતિ ઉભી ન થાય ત્યાં સુધી આરોપીની ધરપકડ કરવાની જરૂર રહેતી નથી અને તેને પોલીસ રિમાન્ડ ઉપર પણ લેવાનો હોતો નથી.
જયુડીશ્યલ મેજીસ્ટ્રેટો માટેના નિર્દેશો જારી કરતા હાઇકોર્ટે તેમને જણાવ્યુ છે કે જો પોલીસ કેસ સાચો હોય અને પોલીસ કેસ ડાયરીમાં રિમાન્ડ માટેના કારણો વ્યાજબી હોય તો જ રિમાન્ડ મંજુર થવી જોઇએ. હાઇકોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, ન્યાયધીશોએ રિમાન્ડ માટેના રૂટીન કારણોના આધારે આવા કેસોમાં ધરપકડનું વોરંટ પણ જારી કરવુ ન જોઇએ. જો એવી શંકા ઉભી થાય કે આરોપી ભાગી જશે અથવા તો પુરાવા સાથે ચેડા કરશે એવી શંકા ઉભી થાય તો જ ધરપકડનું વોરંટ જારી કરવુ જોઇએ.
હાઇકોર્ટે ન્યાયધીશોને એવા પણ નિર્દેશો આપ્યા છે કે, કાયદાને અવગણીને આરોપીની ધરપકડ કરતા પોલીસ ઓફિસરો ઉપર પણ તેઓ વોચ રાખે. હાઇકોર્ટે ન્યાયધીશોને એવુ પણ જણાવ્યુ છે કે, જો કોઇ પોલીસ અધિકારી કાયદાનો ભંગ કરીને અને બદઇરાદાથી લોકોની ધરપકડ કરે તો ન્યાયધીશોએ ડિસ્ટ્રીકટ જ્જ થકી હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને રિપોર્ટ કરવો જોઇએ. હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને પણ જણાવાયુ છે કે આવા કેસ તે બેન્ચ સમક્ષ લાવે કે જેથી આવા બેફીકર પોલીસ ઓફિસર સામે પગલા લઇ શકાય અથવા તો તેમની સામે કોર્ટના અનાદારના પગલા પણ લઇ શકાય.
હાઇકોર્ટે તમામ ડિસ્ટ્રીકટ ન્યાયધીશોને એવુ પણ જણાવ્યુ છે કે, તેઓ જ્જો અને સીનીયર પોલીસ અધિકારીઓ સાથેની માસિક બેઠકોમાં આ મામલા અંગે ચર્ચા કરે. હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને જણાવાયુ છે કે તેઓ તમામ સેશન્સ અને મેજીસ્ટેરીયલ કોર્ટને એક પરિપત્ર જારી કરે જેમાં તમામ રિમાન્ડ અરજીઓ ઉપર મોનીટરીંગ થાય એ બાબતનો સમાવેશ થાય એટલુ જ નહી કઇ રીતે પોલીસ અધિકારીઓ કાયદા મુજબ કામ કરે એ ઉપર પણ દેખરેખ રાખવી. જો કોર્ટને લાગે કે રિમાન્ડ માટેના કારણો રૂટીન છે તો તેઓ ધરપકડ માટેના કારણો અપુરતા છે તેવુ માને. આ પ્રકારના આદેશો જારી કર્યા બાદ હાઇકોર્ટે રાજય સરકારને જણાવ્યુ છે કે, આ આદેશ તમામ કોર્ટ અને તમામ પોલીસ ઓફિસરોને મોકલવામાં આવે. (૩-૩)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-12-2017/120367
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 22 December 2017

રાજ્યમાંથી ૭ હજાર શિક્ષકોને છુટા કરવામાં આવશે શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડયા પરિપત્ર - આ વખતની ચૂંટણીમાં જ મશીનો કેમ ખરાબ થયા, એ પણ ભાજપની ચાલાકી છે : સંઘાર - ગુજરાતના મુખ્યમંત્રી પદનો તાજ ફરી વિજયભાઈ રૂપાણીના શિરે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

રાજ્યમાંથી ૭ હજાર શિક્ષકોને છુટા કરવામાં આવશે

શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડયા પરિપત્ર

અમદાવાદ તા. ૨૨ : રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો માટે માઠા સમાચાર છે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લગભગ ૭ હજાર જેટલા પ્રવાસી શિક્ષકોને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ બાદ ફરજ મુકત કરવાની કહેવામાં આવ્યું છે.

માહિતી પ્રમાણે, રાજયમાંથી લગભગ ૭૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરીય માધ્યામિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યાં છે. જેઓને ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી ફરજમુકત કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓએ આપી દીધો છે. જોકે, આ નિર્ણયને લઇને હવે બોર્ડ પરીક્ષા, ધોરણ ૯ અને ૧૧માંની વાર્ષિક પરીક્ષા પર ગંભીર અસર પડી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાત રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે દ્યટ રહેતી હોવાના કારણે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૧-૧૨-૨૦૧૫થી શિક્ષકોની ખાલી જગ્યા પર માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેને પગલે અત્યારે રાજયમાં લગભગ ૭ હજારથી વધુ પ્રવાસી શિક્ષકો શિક્ષણનું કાર્ય સંભાળી રહ્યાં છે.
કમિશ્નર માધ્યમિક શાળાઓના તા. ૨-૬-૨૦૧૭ના પરિપત્રથી આ શિક્ષકોની સેવા તા.૩૧-૧૨-૨૦૧૭ સુધી જ લેવાની હોય રાજયના અનેક જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની સેવા તા.૩૧-૧૨-૨૦૧૭ સુધી જે લેવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે.(૨૧.૨૯)

.
 Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/22-12-2017/67596

રાજ્યમાંથી 7 હજાર શિક્ષકોને છુટા કરવામાં આવશે, શિક્ષણાધિકારી કચેરીઓએ બહાર પાડ્યા પરિપત્ર

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો માટે માઠા સમાચાર છે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લગભગ 7 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોને 31 ડિસેમ્બર 2017 બાદ ફરજ મુક્ત કરવાની કહેવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે, રાજ્યમાંથી લગભગ 7000 જેટલા પ્રવાસી શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરીય માધ્યામિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યાં છે. જેઓને 1લી જાન્યુઆરી 2018થી ફરજમુક્ત કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓએ આપી દીધો છે. જોકે, આ નિર્ણયને લઇને હવે બોર્ડ પરીક્ષા, ધોરણ 9 અને 11માંની વાર્ષિક પરીક્ષા પર ગંભીર અસર પડી શકે છે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ રહેતી હોવાના કારણે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 21-12-2015થી શિક્ષકોની ખાલી જગ્યા પર માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેને પગલે અત્યારે રાજ્યમાં લગભગ 7 હજારથી વધુ પ્રવાસી શિક્ષકો શિક્ષણનું કાર્ય સંભાળી રહ્યાં છે.

કમિશ્નર માધ્યમિક શાળાઓના તા. 2-6-2017ના પરિપત્રથી આ શિક્ષકોની સેવા તા.31-12-2017 સુધી જ લેવાની હોય રાજ્યના અનેક જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની સેવા તા.31-12-2017 સુધી જે લેવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે.
 Source :-http://abpasmita.abplive.in/gujarat/7000-teachers-will-be-discharged-from-the-state-circular-issued-211663/

આ વખતની ચૂંટણીમાં જ મશીનો કેમ ખરાબ થયા, એ પણ ભાજપની ચાલાકી છે : સંઘાર

રાજકોટ, તા. રર :  ગુજરાત ભરમાં ઇવીએમ મશીનમાં ભાજપ દ્વારા ગોટાળા થયા છે. તેના નક્કર પુરાવાઓ છે. આ કોંગ્રેસની હાર નથી ગુજરાતની જનતાની હાર છે. તેમ અગ્રણી સુલેમાન સંઘારે કહી એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતભરના ટોપથી બોટમ સુધીનાં ભાજપના સભ્યો જગ જાહેર છે. કે તેઓને મુસ્લીમ મતો આપતા જ નથી. જયારે અમારા સર્વે મુજબ રાજકોટનાં મુસ્લીમ વિસ્તારોએ કોંગ્રેસને ૭૦ થી ૮૦ ટકાના પ્રમાણમાં મતો આપ્યા છે. જયારે બુથ વાઇઝ તપાસ કરતા તેમાં પણ ભાજપને સરસાઇ મળી છે. જે ગુજરાત ભરમાં પણ મુસ્લીમ મત વિસ્તારોની સરસાઇ જાણવા મળે છે તે નક્કર હકીકત છે.
ઇવીએમ મશીનમાં જેમને મત આપ્યા હોય તેની છાપેલી સ્લીપોનો રોલ તપાસવામાં આવે તો ભાજપને મતો ન મળ્યાનું સાબીત થશે અને એ વાત ચૂંટણી પંચે પણ સ્વીકારેલ છે તેની કાર્યવાહી થવી જરૂરી છે.
કોઇપણ મશીનરીમાં તબદીલ શકય હોય છે. દા.ત. મોબાઇલમાં બીજાનો મોબાઇલ બંધ કરી શકાય છે. વગેરે આજ સુધીમાં ચૂંટણી વખતે જેટલા મશીનો ખોટવાયા -તેવું ભૂતકાળમાં કયારેય બન્યુ નથી તો, આ  વખતની ચૂંટણીમાં મશીનો કેમ ખરાબ થયા - આ પણ એક ભાજપની ચાલાકી છે. અંતમાં કોંગ્રેસ પક્ષને વણ માંગી સલાહ કે ચૂંટાયેલા ૮૦ ધારાસભ્યોએ એક મત થઇ ધારાસભ્ય પદ સંભાળવું ન જોઇએ અને પ્રદેશ કોંગ્રેસ પક્ષે તમામ ધારા સભ્યો વતી હાઇકોર્ટમાં કે સુપ્રિમ કોર્ટમાં ઉપર મુજબનાં પુરાવાઓ અને કાયદાકીય ચૂંટણી લક્ષી નીતિ નિયમો આધારિત રીતે ન્યાય મેળવવા દાદો માંગવી જોઇએ અને દાદ ન મળે ત્યાં સુધી સતાધારી પક્ષને કોઇપણ જાતની કાર્યવાહી કરવા દેવી ન જોઇએ તેનો પણ દાદમાં સમાવેશ કરવો જોઇએ. અને આ ચૂંટણી રદ બાતલ કરી ફરી ચૂંટણી મશીન વગર માત્ર બેલેટ પધ્ધતિથી થાય તેવી પણ દાદ માગવી જોઇએ. તેમ સુલેમાન સંઘારે વધુમાં જણાવેલ છે.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/22-12-2017/67598

ગુજરાતના મુખ્યમંત્રી પદનો તાજ ફરી વિજયભાઈ રૂપાણીના શિરે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ આજે વિજયભાઈ રૂપાણીને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું જયારે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે સાંજે કમલમ્ ખાતે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની મીટીંગ અરૂણ જેટલી, સરોજ પાંડે અને ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં સર્વાનુમતે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. જયારે રાજયના નાયબ મુખ્યમંત્રી પદે ફરીવાર નીતિનભાઈ પટેલને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આવનારા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપ સરકાર કામગીરી કરશે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/22-12-2017/120326
➜ Prepare Online for Entrance Exams like PSI,ASI, Constable, JEE, GUJCET, Talati, IBPS, GPSC, UPSC, For Online Preparation by Tests, Video, Lectures and Material :- Click Here

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Source :-http://dabhiraj.blogspot.in/, http://www.hiteshpatelmodasa.com/,http://www.bhaveshsuthar.in
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,etc…Click Here to Online Test
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 19 December 2017

સરકારી કર્મચારીઓમાં ભાજપ સામે નારાજગી, પોસ્ટલ બેલેટમાં સરકાર વિરુધ્ધ મતદાન કર્યુ જાત જાતના કાર્યક્રમોમાં કર્મચારીઓને દોડાવાતા હોવાથી નારાજગી - બેંક કર્મચારીઓએ ૨૭મીએ હડતાળની ચીમકી - રેલવેમાં ભરતી પ્રક્રિયા હવે ૨ વર્ષની જગ્યાએ છ મહિનામાં પૂરી થશે

Gujarat Teacher Group

Product Price For Customer :- GSG Customer Click Here
Good News Gujarat Teacher Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)  
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515

Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

સરકારી કર્મચારીઓમાં ભાજપ સામે નારાજગી, પોસ્ટલ બેલેટમાં સરકાર વિરુધ્ધ મતદાન કર્યુ જાત જાતના કાર્યક્રમોમાં કર્મચારીઓને દોડાવાતા હોવાથી નારાજગી 

વડોદરા,તા.18.ડીસેમ્બર ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકાર સામે સરકારી કર્મચારીઓએ ભારે નારાજગી દર્શાવી હતી અને વિધાનસભા ચૂંટણીમાં સરકાર વિરોધી મતદાન કર્યુ હોવાનું તેના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. મતગણતરી સ્થળે હાજર એક કર્મચારીએ નામ નહી આપવાની શરતે જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા વારંવાર ગરીબ કલ્યાણ મેળા, કૃષિ મહોત્સવ સહિતના અનેક મેળાઓ તેમજ મહોત્સવોના કારણે મોટાભાગનો સમય તેની તૈયારીઓમાંજ પસાર થતો  હોવાથી સામાન્ય નાગરિકોના કામો થઇ શકતા નથી અને તેના કારણે તેમના રોષનો ભોગ પણ કેટલોક વખત બનવુ પડતુ હોય છે. સરકારી કર્મચારીઓ દ્વારા  મતદાન પોસ્ટલ બેલેટથી થાય  છે. આજે સવારે આઠ વાગ્યા સુધી પોસ્ટ દ્વારા આવેલા તમામ મતોને સમાવવામાં આવ્યા હતા અને બાદમાં સૌપ્રથમ તેની ગણતરીનો પ્રારંભ કરાયો હતો. વડોદરાની દસ વિધાનસભા બેઠકો પ્રમાણે સરકારી કર્મચારીઓ જેમાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે તેમને આપેલા મત જોઇએ તો ભાજપના ઉમેદવારોને કુલ ૫૦૭૦ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને ૫૨૦૦ જેટલા મતો પોસ્ટલ બેલેટના મળ્યા છે.

.
 Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/government-employees-voted-against-government

બેંક કર્મચારીઓએ ૨૭મીએ હડતાળની ચીમકી

નવી દિલ્હી તા. ૧૯ : આઇડીબીઆઇ બેન્કના કર્મચારીઓની સંશોધિત વેતન માગને જલદીથી લાગુ કરવાની માગ કરવામાં આવી છે એટલું જ નહીં, જો આ માગને સંતોષવામાં નહીં આવે તો બેન્ક યુનિયનોએ આગામી ૨૭ ડિસેમ્બરે હડતાળ પર જવાની ધમકી આપી છે.ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન અને ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિયેશને બેન્ક કર્મચારીઓની વિવિધ માગને લઇ હડતાળ ઉપર જવા ચીમકી ઉચ્ચારી છે.ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના મહાસચિવ સી. એચ. વેંકટચલમના જણાવ્યા અનુસાર આઇડીબીઆઇ બેન્કના કર્મચારીઓની વેતનની માગ પાછલાં પાંચ વર્ષથી લટકી રહી છે, જેની સામે હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવતી કાલે મુખ્ય લેબર કમિશનર સાથે બેઠક થઇ રહી છે. જો તેમાં ઉકેલ ના આવે તો હડતાળ પાડવામાં આવશે.

 Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120105

રેલવેમાં ભરતી પ્રક્રિયા હવે ૨ વર્ષની જગ્યાએ છ મહિનામાં પૂરી થશે

કર્મચારીઓની અછતનો સામનો કરી રહેલ છે રેલવે

નવી દિલ્હી તા. ૧૯ : જો તમે ભારતીય રેલવેમાં એપ્લાય કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હકીકત એવી છે કે ભારતીય રેલવે આગામી બે વર્ષમાં થનાર ભરતી પ્રક્રિયાને હવે માત્ર છ મહિનામાં પૂરી કરવાનો વિચાર કરી રહ્યું છે.
મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી નહીં થવાના કારણે અછત ભોગવી રહેલ રેલવે હવે આ ભરતી પ્રક્રિયા ઝડપી કરી ઓનલાઈન પરીક્ષા શરૂ કરવાનો વિચાર કરી રહ્યું છે. વાસ્કો-દ-ગામા પટણા એકસપ્રેસના ૨૪ નવેમ્બરે પાટા પરથી ઉતરી જવાના કારણે રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાની અને મેનેજરોની બેઠકમાં રેલવેની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલ મોડુંનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રેલવેની આ બેઠકમાં પૂર્વોત્તર ફ્રંટિયર રેલવેના મેનેજર ચાહતેય રામે સલાહ આપી હતી કે, 'ભરતી પ્રક્રિયામાં ખૂબ લાંબો સમય લાગે છે. ફોર્મ ભરાયા પછી પણ બે વર્ષનો સમય ભરતીમાં લાગે છે. એવામાં કેટલાક લોકોને અન્ય નોકરી મળી જાય છે, જેના કારણે ભરતી પ્રક્રિયાને જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી. ઓનલાઈન પરીક્ષા લાવ્યા પછી આ ભરતી પ્રક્રિયા ઝડપી થવી જોઈએ.'
રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાનીએ પણ કહ્યું હતું કે, 'રેલવે બોર્ડે ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરવી જોઈએ અને છ મહિનાની અંદર આ ભરતીઓ થઈ જવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૬માં રેલવે કર્મચારીઓની સંખ્યા ૧૩ લાખ હતી, જયારે ગ્રુપ સી અને ડીમાં ૨,૨૫,૮૨૩ ખાલી જગ્યાઓ છે.(૨૧.૯)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/19-12-2017/120080